રાજ્યમાં કોરોના કાળ સાથે જ ગુનાખોરી પણ વધી છે. ખાસ કરીને આપઘાતના બનાવોમાં વધારો નોંધાયો છે. રાજકોટમાં એક 8 વર્ષની બાળકીએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ બહાર આવેલી હકીકતથી પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી. પિતાને મારી નાંખવાની ધમકી મળ્યા બાદ બાળકીએ ઘરના રસોડામાં ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ વેળા રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં ચકચાર મચી જવા સાથે દોડધામ થઈ હતી. તેથી પોલીસે તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને બાળકીને હોસ્પિટલમાં ખસેડીને સારવાર શરૃ કરાવી હતી.
સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં મુળ બંગાળનો વતની બાપન શેખ નામનો યુવક તેના પરિવારની સાથે રહેતો હતો. બાપન શેખને 8 વર્ષની દીકરી અને એક પુત્ર છે. તે છેલ્લા 11 વર્ષથી રાજકોટમાં વસવાટ કરે છે. લોકડાઉન દરમિયાન તેનો સંપર્ક ગજની નામના એક ઇસમ સાથે થયો હતો. ગજની પણ બંગાળનો રહેવાસી હોવાથી બંને વચ્ચે મિત્રતા ગાઢ થતી ગઈ હતી. બાપને તેને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યો હતો. ગજાની જ્યારે બાપનના ઘરે જમવા ગયો ત્યારે તેની નજર બાપનની પત્ની નાસિરા પર પડી હતી. જે બાદ ગજાનીએ નાસિરાને પ્રેમજાળમાં ફસાવવા માટે પેંતરા રચવા માંડ્યા હતા.
ગજાની નાસિરાને પોતાના ઘરમાં આવી જવા માટે કહેતો અને સાથે જ બાપનની હત્યા કરવા પણ ધમકી આપવા માંડ્યો હતો. દરમિયાન પંદર દિવસ પહેલા ગજનીએ બાપનને નારી નાખવા ધમકી આપતો મેસેજ નાસિરાને મોકલ્યો તે સમયે મોબાઈલ ફોન 7 વર્ષની સુરૈયા પાસે હતો. માતાની સાથે લગ્ન કરવા ઇચ્છતા પ્રેમીએ પિતાને મારી નાંખવાની ધમકી આપી હોવાનું વાંચી સુરૈયા ડરી ગઈ હતી. જે બાદ તેણીએ ઘરના રસોડામાં જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા પોલીસ બોલાવીને સૈરયાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી હતી. રાજકોટ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના PI ઔસુરાના જણાવ્યા પ્રમાણે 8 વર્ષની બાળકી જાતે કઈ રીતે ગળેફાંસો ખાઈ શકે તે એક મોટો સવાલ છે. હાલ આ ઘટના અંગે બાળકીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં બાળકીને રમતા-રમતા ફાંસો આવી ગયું હોવાનું કહેવાયું છે. જો કે, બાળકીના પિતાએ આ ઘટના માટે મોબાઈલ પર ગજનીએ કરેલો મેસેજ જવાબદાર હોવાનો આરોપ મુક્યો છે. તેથી પોલીસ તે દીશામાં પણ તપાસ કરી રહી છે.