સુરતમાં એક મિત્રએ તેના મિત્રની પત્નીને નશીલું પીણું પીવડાવ્યા બાદ તેના નગ્ન ફોટા પાડીને સતત દોઢ વર્ષ સુધી તેને બ્લેકમેઈલ કરી હતી. આ મિત્રએ પરિણીતાને અલગ અલગ હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. આ મામલો આખરે પોલીસ સુધી પહોંચતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં મહિલાઓ પર અત્યારચારની ઘટના છાશવારે પ્રકાશમાં આવી રહી છે. તેમાં પણ અમદાવાદ, રાજકોટ, સુરત તથા વડોદરા જેવા મહાનગરોમાં કે જ્યાં શિક્ષણનું પ્રમાણ વધુ છે ત્યાં રેપની ઘટના વધી રહી છે. હાલમાં સુરતમાં એક મિત્રએ પોતાના મિત્રની પત્ની સાથે કરેલા કૃત્યએ ભારે ચકચાર જગાવી છે. ડુંભાલમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનની 32 વર્ષીય દેખાવડી પત્નીને જોઈને પતિના મિત્રની નજર તેના પર બગડી હતી. વેસુમાં રહેતો પતિનો આ મિત્ર પણ કન્સ્ટ્રક્શનનું કામ જ કરતો હતો. આ યુવાને મિત્રની પત્નીને સોફ્ટ ડ્રિન્કમાં નશીલો પદાર્થ પીવડાવી તેના નગ્ન ફોટા પાડી લીધા હતા.
જે બાદ તેણે તે ફોટો પરિણીતાને બતાવીને સતત દોઢ વર્ષ સુધી દબાણ કરી ધમકી આપી હતી. આ ધમકીને સહારે તે યુવાને પરિણીતાને અલગ અલગ હોટલમાં લઈ જઈને તેની સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. નગ્ન ફોટોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી તેમે સતત દોઢ વર્ષ સુધી પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, વારંવારની હેરાનગતિથી કંટાળેલી પરિણીતાએ આખરે પોતાના પતિને સમગ્ર હકિકતથી વાકેફ કર્યો હતો. ત્યારબાદ દંપતીએ પોલીસનું શરણું લેવાનો નિર્ણય કરીને પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે વેસુ નંદિની-૩માં રહેતા 37 વર્ષીય જીગર વિજય મહેતાને પકડવા કવાયત આદરી હતી. જો કે, આરોપી ફરાર થઇ ગયો હતો. ડુંભાલ વિસ્તારમાં રહેતી અને બે સંતાનોની માતા એવી ૩૨ વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે જીગરે વેસુ અને પીપલોદની ઓયો રૂમ અને કાસા બ્લાન્કા તથા વિવિધ હોટેલમાં રૂમમાં લઇ જઇ સતત 14 મહિના સુધી યૌનશોષણ કર્યું હતું.
તેના પતિનું જ્યાં કન્સ્ટ્રક્શન સાઇડ ચાલતી હતી ત્યાં જ વેસુ નંદિની-3માં રહેતા જીગર વિજય મહેતાની સાઇડ ચાલતી હોવાથી 2019માં તેની સાથે પરિચય થયો હતો. પતિના નંબરમાંથી જીગરે પરિણીતાનો નંબર મેળવી લીધો હતો અને રોજ સવારે ગુડ મોર્નિંગના મેસેજ કરતો હતો.