સુરતમાં એક અશ્લીલ કલીપ જોયા બાદ યુવકે એવી હરકત કરી હતી જેનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. પોતોના મોબાઈલ ફોનમાં અશ્લીલ ક્લીપ જોયા બાદ યુવકની વિકૃત્તિ એટલી હદે વધી હતી કે તે વોક વે પરથી પસાર થઈ રહેલી યુવતી સામે નગ્ન થઈ ગયો હતો. આ ઘટનામાં યુવકને સ્થાનિકોએ બરાબર ઠમઠોર્યા બાદ પોલીસને સોંપી દીધો હતો. આ આોપી યુવક બેંક મેનેજર હોવાનું પણ કહેવાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરેલા રહેલા સુરતમાં ક્રાઈમ રેશીયો પણ વધ્યો છે. અવાર નવાર છેડતી અને બળાત્કાર જેવા કિસ્સા બની રહ્યા છે. અત્યાર સુધી તો સુરતના પરપ્રાંતીયોની વસ્તી ધરાવતા ઉધના, પાંડેસરા વિસ્તારમાં રેપ, છેડતીના બનાવો નોંધાયા હતા. પરંતુ હવે સુરતના જાણીતા પાલ વિસ્તારમાં આવી ઘટના ઘટી રહી છે. તાજેતરમા જ બનેલી એક ઘટનામાં યુવકની વિકૃતાઈએ હદ વટાવી હતી. મંગળારે સવારના સમયે પાલ વિસ્તારમાં રહેતી મહિલા અને તેની ફ્રેન્ડ વોકિંગ માટે નીકળ્યા હતા. આ સમયે એક યુવતી સામે આચાનક એક યુવકે એવી હરકત કરી કે, યુવતીને શરમમાં મૂકાવું પડ્યું હતું. યુવક યુવતીની સામે આવીને નગ્ન થઇ જતા યુવક હેબતાઈ ગઈ હતી. જો કે, ઘટનાથી બૂમાબૂમ થઈ જતા આશપાસના લોકો ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા. જે બાદ ટોળાએ તે વિકૃત હરકત કરનારા યુવકને બરાબરનો માર માર્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા અડાજણ પોલીસના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. દરમિયાન લોકોના ટોળાએ તે યુવકને પોલીસને સોંપી દઈ કાર્યવાહી કરવા માંગ કરી હતી. પોલીસે વિકૃત હરકત કરનારા યુવકને જેલભેગો કરવા સાથે ગુનો પણ નોંધ્યો હતો. મળતી વિગતો મુજબ સુરત અડાજણ વિસ્તારમાં L.P સવાણી રોડ પર રહેતી એક વિદ્યાર્થીની તેની માતા અને બહેનપણી સાથે સવારના સમયે પાલ વિસ્તારમાં વોક-વે પર ચાલવા ગઈ ત્યારે આ ઘટના ઘટી હતી. આ ઘટનામાં વિકૃત હરકત કરનાર યુવક અડાજણ પરશુરામ ગાર્ડન પાસે આવેલા સુમનઘાટ એપાર્ટમેન્ટમાં રહેતો રીતેશ મિશ્રા નામનો યુવક હોવાનું બહાર આવ્યું છે. રીતેશે રસ્તા પર વચ્ચે જ યુવતીની સામે એકાએક પોતાનું પેન્ટ ઉતારી દીધું હતુ. જે જોઈને 19 વર્ષીય યુવતીએ રસ્તા વચ્ચે બૂમાબૂમ કરી મુકતા રાહદારીઓ ભેગા થયા હતા. ઘટનાની જાણ થતા જ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી.