છેલ્લાં દાયકામા એનરોઈડ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટના વ્યાપ્તને કારણે આખી દુનિયા આજે તેની પાછળ ઘેલી થઈ ગઈ છે. દુનિયાના વિકાસશીલ દેશમાં પણ આજે મોટાભાગના લોકો પાસે એનરોઈડ મોબાઈલ ફોનની સુવિધા છે. યુવાપેઢી તો આજે દિવસનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ પસાર કરે છે. મોબાઇલ ફોનની જ આ ઘેલછાને કારણે સુરતમાં રહેતી બાંગ્લાદેશી તરુણી દેહ વ્યાપારના ધંધામાં ધકેલાઈ ગઈ છે.
બાંગ્લાદેશના ધાકા ખાતે રહેતી તરુણીએ તેમના માતા-પિતા પાસે મોબાઇલ ફોનની માંગણી કરી હતી. પરંતુ નવો એનરોઇન્ડ મોબાઇલ ખરીદી શકાય તેવી સ્થિતિ નહીં હોવાથી માતા-પિતાએ તેને ફોન ખરીદી આપવા ઇન્કાર કર્યો હતો. માતા-પિતાના આ વલણથી તરુણીને મનમાં ખોટુ લાગી આવ્યું હતું. જે બાદ તેણી ઘરની આજુબાજુ આવેલી દુકાને અવાર-નવાર મોબાઇલ જોવા દોડી જતી હતી. દરમિયાન મોબાઇલના એક દુકાનદારે તેણીની માસૂમિયતનો લાભ ઉઠાવી વિનામૂલ્યે મોબાઇલ ફોન આપવા લાલચ આપી તેણીના દેહનો સોદો કરી દીધો હતો. જે બાદ તેણીએ ૧૪ વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતુ. બાંગ્લાદેશના ધાકાના સોદાગરોએ તરુણીને સૌપ્રથમ વખત કલકત્તા ખાતે વેચી હતી. જેને પગલે બાંગ્લાદેશથી તરુણી સીધી કલકત્તા આવી હતી. થોડા સમય કલક્તાના સ્પામાં દેહ વ્યાપારનો ધંધો કર્યા બાદ તેને બેંગ્લોર મોકલાઇ હતી. બેંગ્લોરથી ગોવા, ગોવાથી મુંબઇ અને મુંબઇથી અંતે મરજી વિરુધ તેને સુરતમાં દેહ વ્યાપાર માટે મોકલાઈ હતી.
દેહ વ્યાપારના દલદલમાં ફસાયા બાદ તે ત્રણ વર્ષથી સુરતમાં આવીને સ્પાની આડમાં દેહનો સોદો કરવા માંડી હતી. આ તરુણીને સુરત પોલીસ અને ચાઇલ્ડ વેલફેરે સોદાગરોના ચૂંગાલમાંથી છોડાવી હતી. આમ તો સપ્ટેમ્બર 2020માં ઘોડદોડ રોડના એક સ્પામાંથી આ તરુણીને સુરત શહેર પોલીસે મૂક્ત કરાવી હતી. સ્પામાં પોલીસે દરોડા પાડયા ત્યારે 17 વર્ષિય તરુણી મળી આવી હતી. આ તરુણીની અટકાયત બાદ કોર્ટે તેને વતન પરત મોકલી આપવા આદેશ કર્યો હતો. આથી પોલીસ અને ચાઇલ્ડ વેરફેર એસો.એ તેણીના પરિવારનો સંપર્ક કરવા પ્રયાસો કર્યા હતા. જો કે, કોરોનાને કારણે બાંગ્લાદેશની હરીદાસ બોર્ડ બંધ હોવાથી ધાકા મોકલવું શક્ય ન હતું. બીજી તરફ તેણીના વિઝા 20મી જુલાઇના રોજ પૂરાં થઇ રહ્યા હતા. દરમિયાન પોલીસે બાંગ્લાદેશ સરકારનો સંપર્ક કરીને તેણીને 11મી જુલાઇના રોજ સુરતથી કલકત્તા અને ત્યાંથી બાંગ્લાદેશ મોકલવાની પરવાનગી મેળવી હતી. ભારતમાં ત્રણ વર્ષના રોકાણ દરમિયાન કલકત્તા, બેંગ્લોર, ગોવા, મુંબઇ, સુરતના સ્પામાં કામ કર્યું છે. આ દરમિયાન તેણીએ વારંવાર દેહનો સોદો કર્યો હતો.
સુરતના સ્પામાંથી છોડાવાયેલી તરુણીનો ત્રણ વર્ષમાં ભારતના અલગ અલગ પાંચ શહેરોના સ્પામાં સોદો થયો હોવાની ચોંકાવનારી માહીતી સામે આવી છે.