ગુજરાતમાં કોરોનાને કારણે અનેક પ્રતિબંધો અમલી હોવાથી શાળાઓ બંધ કરી દેવાઈ છે. આ સ્થિતિ આમ તો 2020ના માર્ચ મહિનાથી છે. પરંતુ જાન્યુઆરી બાદ કોરોનાના કેસ ઘટી જતાં અનેક સ્થળોએ ઓફલાઈન શિક્ષણ શરુ કરાયું હતુ. જો કે, હાલ શાળા બંધ છે અને કોવીડની મહામારી એટલી હદે આતંક મચાવી રહી છે કે, દેશ અને ગુજરાતમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. આવા સંજોગોમાં સુરતમાં શિક્ષકોને માથે વિવિધ જવાબદારી નાંખવામા આવી રહી છે. ગુજરાતમાં મોદી શાશનથી જ શિક્ષકોને સરકારના કોઈપણ કામકાજમાં જોતરી દેવામાં આવે છે. ચૂંટણીને લગતી કામગીરી હોય કે પછી વસ્તી ગણતરીની કામગીરી, સરકારે આ અંગેના આદેશ કરવામાં કયારેય પીછેહઠ કરતી નથી. દરમિયાન સુરત જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષકોને આપેલા એક આદેશથી ફરી વિવાદ સર્જાઈ શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ સુરતમાં કોવીડને કારણે મરનારાઓની સંખ્યા વધી રહી છે. આવા સંજોગોમાં સ્મશાનઘાટ પર પણ લાઈન લાગી રહી છે. તેથી ડીડીઓએ એક આદેસ કરીને શિક્ષકોને મૃતદેહના નિકાલની કામગીરી સોંપી હોવાનું જાણવા મળ્યું છે.
આ પહેલા સુરત કોર્પોરેશને પોતાના કર્મચારીઓને આ જ જવાબદારી સોંપી હતી. નગર પ્રાથમિક શાળામાં કામ કરનારા કર્મચારીઓને આ કામ સોપાતા જ વિવાદ થયો હતો. કોરોનાકાળમાં શિક્ષકોને સરવેની કામગીરી પણ અપાઈ હતી. હવે નવી જવાબદારી સ્મશાનમાં ફરજ બજાવવાની સોંપાઈ હતી. જેમાં એસએમસીના કર્મચારીઓ સાથે 8-8 કલાકનું કામ સોંપાયું હતુ. જો કે વિરોધ થતાં આદેશ પરત ખેંચાયો હતો. સોશિયલ મીડિયામાં ઉગ્ર વિરોધ અને શિક્ષકોની નારાજગીના પરિણામે ગણતરીના કલાકોમાં આદેશ પરત ખેંચી લેવાયો છે. હવે શિક્ષકોની જગ્યાએ વર્ગ-3ના ક્લાર્કને આ જવાબદારી સોંપવામાં આવી છે.