ઘાટલોડિયામાં સર્જન ડોક્ટરની પત્નીના આપઘાતના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઘટનામાં પત્ની સાથએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે પતિ તેને સેક્સના નામે ઈન્જેકશન આપી રહ્યો હતો તેવી વિગતો બહાર આવી છે. હાલ ઘાટલોડિયા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મૃતકના પતિ, સાસુ અને સસરાનો સમાવેશ થાય છે. ઘટના અંગે ઓઢવમાં રહેતા નાનજીભાઈ પટેલે ફરિયાદ આપી હતી. જેમાં જણાવાયું હતુ કે, તેમની દીકરી હર્ષાનાં લગ્ન મેરેજ બ્યૂરોમાં નોંધણીના આધારે ઘાટલોડિયામાં રહેતા અને દેવમ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પટેલ સાથે ઓગસ્ટમાં થયાં હતાં.
લગ્ન બાદ સાસુ સુભદ્રાબેન અને સસરા મનુભાઈ હર્ષાને ત્રાસ આપતા હતા. અને 50 લાખ રોકડા અને 50 તોલા દાગીનાના દહેજની માંગણી કરતા હતા. જયારે પતિ હીતેન્દ્ર હર્ષાને ઘેનના ઈન્જેક્શન આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. જો મૃતક વર્ષા તેના ઈન્કાર કરે તો તેની સાથે મારઝૂ઼ડ કરાતી હતી. મૃતક હર્ષાને તેણી નંણદ દીપ્તીએ સીડીમાંથી સીડી પરથી ધક્કો મારીને પટકી હતી. જેનાથી કંટાળી હર્ષાએ દેવકુટીર સોસાયટીના મકાનના દરવાજે જ આપઘાત કરી લીધો હતો. મળતી વિગતો મુજબ ઘાટલોડીયામાં બનેલી આ ઘટનામાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં તે મહિલાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
આપઘાત કરનાર પરિણીતાના ઘરમાંથી 18 પાનાની સ્યુસાઈટ નોટ પોલીસને મળતાં પોલીસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ 377 તેમજ ઈન્જેક્શન આપીને બેભાન કરી દેતો હોવાથી કલમ 328નો ઉમેરો કર્યો હતો. સ્યુસાઈડ નોટમાં પરિણીતા દ્વારા ઉલ્લેખ કરાયો હતો કે, પતિએ સેક્સ માટે જ તેની સાથે લગ્ન કર્યા હતા. જયારે લગ્ન બાદ સાસુ અને સસરા 50 તોલા દાગીના અને દહેજની માંગણી કરતા હતા. પરિણીતાના સાથળ ઉપરથી મળેલી સ્યુસાઈટ નોટમાં મૃતકે લખ્યું હતું કે, તેના પતિ હીતેન્દ્ર પટેલ તેને ખૂબ જ ત્રાસ આપતા હતા. જેના કારણે તેણીએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. ડો. હિતેન્દ્ર પટેલ તેને ઘેનનું ઈન્જેક્શન આપતો હતો. એટલું જ નહીં, પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. વિકૃત પતિના આવા અત્યાચારથી પત્ની હર્ષા શારિરીક અને માનસિક રીતે કંટાળી ગઈ હતી.