જેઈઈ એડવાન્સ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પેપરો ભડ્યા ભારે હતા. આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષા દેશભરમાં લેવાઈ હતી. બંને પેપરો વિદ્યાર્થીઓને ભારે પડ્યા હતા. ખાસ કરીને આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા પણ પરીક્ષા આપનારની વધુ હતી.
દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી એક અંદાજ મુજબ 10 હજાર જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે. ત્યારે વિદ્યાર્થીઓને અઘરા મેથ્સના સવાલો પડ્યા હતા. ગુજરાતમાં પણ દેશના વિવિધ સેન્ટરોની જેમ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરત, આણંદ, વલસાડ, ગાંધીનગર, ભૂજ વડોદરા સહિતના શહેરોમાં પરીક્ષા લેવામાં આવી હતી.
વિદ્યાર્થીઓની લેવાયેલી પરીક્ષાની અંદર ફીઝિક્સ, કેમીસ્ટ્રી તેમજ મેથ્સ એમ ત્રણેય વિષયના પ્રશ્નો પણ પુછાયા હતા. ત્યારે મેથ્સના વિષયોમાં મજબૂતાઈ ધરાવતા, વિદ્યાર્થીઓ તેમજ મેથ્સના એક્સપર્ટસના કહેવા મુજબ મેથ્સના પ્રશ્નો ઘણા અઘરા તેમજ અટપટા હતા. ફીઝિક્સના પ્રશ્નો ઈઝી ટુ મોડરેટ રહ્યા હતા જ્યારે કેમિસ્ટ્રીના પ્રશ્નો એકંદરે સહેલા હતા.
જેઈઈ બાદ વિદ્યાર્થીઓને દેશની વિવિધ આઈઆઈટીમાં પ્રવેશ મળતો હોય છે ત્યારે આઈઆઈટી દ્વારા જ દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે. વિવિધ બ્રાન્ચની જુદી જુદી આઈઆઈટી દ્વારા પરીક્ષા ગોઠવવામા આવે છે ત્યારે આ વર્ષે આઈઆઈટી મુંબઈ દ્વારા પરીક્ષા લેવાઈ હતી.