ભારત સહિત સમગ્ર વિશ્વમાં માનવસમુદાય માટે સેક્સ એ મહત્વની બાબત છે. આધુનિક યુગમાં સેક્સ સાથે સંકળાયેલી સમસ્યા વધી રહી છે. તનાવપૂર્ણ જીંદગી, ભાગદોડને કારણે કામોત્તેજના ઘટવા માંડી છે. જો કે, અન્ય સામાજિક કારણો પણ આ માટે જવાબદાર હોય છે. આવા સંજોગોમાં સેક્સુઅલ પાવર વધારવા માટે લોકો વિવિધ ઉપાયો કરતા હોય છે. હાલમાં આંધ્રપ્રદેશમાં એક નવો પ્રયોગ કેટલાક લોકોએ હાથ ધર્યો છે. આ વિશે જાણીને તમે આશ્ચર્યમાં મુકાશો. ગધેડાનું માંસ મોટાભાગે પ્રકાશમ, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી અને ગંતુર જિલ્લામાં ખવાય છે. આંધ્રપ્રદેશના કેટલાક લોકોએ સેકસ પાવર વધારવા માટે ગધેડાનું માંસ ખાવાનું શરૃ કર્યું છે. આ સિવાય ત્યાંના લોકો ગધેડાના માંસ ખાવાથી અનેક બીજા ફાયદા થતા હોવાનો પણ દાવો કરી રહ્યા છે. બીજી તરફ ગધેડાના માંસનો ખાવામાં ઉપયોગ વધતાં આંધ્રપ્રદેશમાં ગધેડાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. હાલ ત્યાં એક ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા થઈ ગઈ છે. જયારે બજારમાં ગધેડાના માંસની કિંમત પ્રતિ 600 રૂપિયે કિલો બોલાય રહી છે.
સ્થાનિકો માને છે કે, ગધેડાનું માંસ ખાવાથી પીઠનો દુ:ખાવો, અસ્થમાની તકલીફ દૂર થઈ શકે છે. ઉપરાંત સેક્સુઅલ પાવર વધારવા માટે પણ તે લાભદાયી રહે છે. ભારતમાં ગધેડાની સંખ્યામાં સતત ઘટાડો નોંધાય છે. દેશમાં વિલુપ્ત થનાર પ્રાણીઓની યાદીમાં ગધેડાનું નામ પણ સામેલ છે. આંધ્રપ્રદેશમાં ગધેડાની સંખ્યા વધુ ચિંતાજનક છે. FSSAIએ ગધેડાને ફૂડ એનિમલની યાદીમાં રાખ્યું નથી. આથી તેને મારી નાંખી માંસ ખાવું ગેરકાયદે છે. છતાં આંધ્રમાં આ ગેરકાયદે કામ થઈ રહ્યું છે.