ગુજરાતના સુરત શહેરમાં એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા તે જોઈને તમે પણ દંગ થઇ જશો. સુરતના સારોલી વિસ્તારમાં એક બોલેરો પીકઅપ ટ્રકના ડ્રાઈવરે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બેકાબુ બનીને ઢાબામાં ઘુસી ગઈ હતી અને અહી જમવા બેસેલા યુવાનને કચડી નાખતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલા બાપાનો બગીચો નામના ઢાબા પર અનેક લોકો જમવા માટે બેઠા હતા અને તે દરમિયાન રોડ પરથી પસાર થતી એક બોલેરો પીકઅપના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને આ બોલેરો સીધી ઢાબાની અંદર ઘૂસી ગઈ હતી. બોલેરો પિક-અપ ટ્રકએ ખુરસી પર જમવા બેઠેલા યુવકને જબરદસ્ત ટક્કર મારી ઉડાડી દીધો હતો.
ADVERTISEMENT