ગુજરાતના મોટા શહેરોમાં દેહવ્યાપારના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કુટણખાનાને કાયદાનો કોરડો વીંઝીને બંધ કરાયા બાદ હવે યેનેકેન યુક્તિ અપનાવીને આ ધંધો કરવામાં આવી રહ્યો છે. વળી, સ્પાને ઓથા હેઠળ આ ધંધો કરાવવાનું સૌથી સરળ હોવાથી કેટલાય લોકો તે દીશામાં ઝંપલાવીને દેહવેપારનો વેપલો કરી રહ્યા છે. શનિવારે જ વડોદરામાં આવા એક દેહવેપારના વેપલાનો પર્દાફાશ થયો હતો. સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર ધ પાર્ક એપાર્ટમેન્ટમાં સ્પાના ઓથા હેઠળ ધમધમતા સેક્સ રેકેટ અંગે મળેલી બાતમીને આધારે શનિવારે SOG પોલીસે સ્થળ પર રેડ કરી હતી. આ સાથે જ દેહવિક્રિયના ધંધાનો પર્દાફાશ થયો હતો. SOGએ આ ઓપરેશનમાં મહિલા પોલીસને સાથે રાખી ડમી ગ્રાહકની મદદથી છટકું ગોઠવ્યું હતું. ડમી ગ્રાહકે સ્પામાં પહોંચીને સેકસ માટે માંગ કરી હતી. આથી મેનેજર પ્રિતેશે સાત હજાર લઈને તેને રૂમમાં મોકલ્યો હતો.
જે બાદ એક યુવતી રૂમમાં આવીને નિર્વસ્ત્ર થઈ ગઈ હતી. આ સાથે જ તે ગ્રાહકે પોલીસને સંકેત મોકલી દેતાં સ્પાની દુકાન આસપાસ હાજર પોલીસ સ્પામાં ધસી ગઈ હતી. પોલીસે સૌપ્રથમ તો સ્પાના મેનેજર પ્રિતેશ પ્રમોદભાઈ મિસ્ત્રી (ઉ.વ.30. રહે, જય નારાયણ સોસાયટી, રણોલી)ની પુછપરછ કરી હતી. ત્યારબાદ મહિલા પોલીસની ટીમ સ્પાના તે રૂમમાં પહોંચી જયાં તેઓએ ડમી ગ્રાહકને મોકલ્યો હતો. આ સમયે યુવતી કઢંગી હાલતમાં હતી. તેથી મહિલા પોલીસે તેને કપડાં પહેરાવીને પંચની હાજરીમાં નિવેદનો નોંધ્યા હતા. બીજી તરફ ડમી ગ્રાહકે કહ્યું કે, કાઉન્ટર પર હાજર પ્રિતેશ મિસ્ત્રીને મસાજ તથા સેક્સ માણવા માટે રૂપિયા 7 હજાર ચૂકવ્યા હોવાની કેફિયત રજૂ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ બુધ્ધા ઈન્ટરનેશનલ સ્પામાં નોર્થ તથા ઈસ્ટ ઈન્ડિયાની યુવતીઓને કામ માટે રખાઈ હતી. આ યુવતીઓ પાસે મસાજને નામે તથા વેલનેશ સેન્ટરના ઓથા હેઠળ સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતુ. સ્પાનો મેનેજર પ્રિતેશ મિસ્ત્રી ગ્રાહકોને યુવતીઓ બતાવતો હતો. આ યુવતી સાથે એક કલાક વીતાવવા બદલ ગ્રાહક પાસેથી 3 હજારથી 9 હજાર રૃપિયા વસૂલાતા હતા.
રાજકોટનો કમલેશ બુલચંદાણી વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં ત્રણ સ્પા ચલાવે છે. રાજકોટના ગોંડલ રોડ પર આસ્થા ગ્રીન સિટીમાં રહેતાં સ્પાનો માલિક કમલેશ શંકરલાલ બુલચંદાની હોવાનું પણ પ્રિતેશે પોલીસને જણાવ્યું હતું. પોલીસે સ્પામાં હાજર 10 યુવતીના નિવેદન નોંધ્યા હતા. વધુમાં પોલીસ તપાસમાં આ વેપાર કરનારે સ્પાને નામે પણ સરકારી દફતરે કોઈ નોંધણી કરાવી ન હોવાનું બહાર આવ્યું હતુ. પકડાયેલી યુવતી પાસેના પર્સમાંથી ત્રણ કોન્ડમ પણ મળ્યાં હતા. પોલીસે પ્રિતેશ પાસેથી રોકડા રૂપિયા 22 હજાર કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.