દુનિયામાં મહિલાઓને પરુષોને સમાન અધિકાર મળે તે માટે ઘણાં સમયથી અનેક દેશમાં ઝુંબેશ ચાલતી રહી છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં નોકરીથી માંડીને તમામ જગ્યાએ મહિલાઓને સમાન અધિકાર માટે જોગવાઈ થઈ રહી છે. આવા સમયે હાલમાં સાઉથ આફ્રીકન સરકારે મહિલાઓ વિશે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મહિલાઓને એક કરતા વધારે પુરુષ સાથે લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાઉથ આફ્રીકન સરકારના આ નિર્ણયને કારણે દેશના અનેક પુરુષો અને ધાર્મિક સંસ્થાઓએ વિરોધ કર્યો છે.
સાઉથ આફ્રિકામાં અત્યાર સુધી માત્ર પુરુષો જ એક કરતા વધારે સ્ત્રી સાથે લગ્ન કરી શકતા હતા. જેને કાયદેસરતા પણ આપવામાં આવી હતી. પરંતુ મહિલાઓને સમાન તકની હિમાયત કરતા સરકારે હવે મેરેજ એકટમાં સુધારો કરી નાંખ્યો છે. આ સુધારા મુજબ સાઉથ આફ્રિકામાં હવે મહિલાઓને પણ અનેક પુરુષો સાથે લગ્ન કરવાનો અધિકાર મળશે. જો કે, સરકારના આ નિર્ણયના ઘેરાપ્રત્યાઘાત પડી રહ્યા છે. ખાસ કરીને સાઉથ આફ્રિકાના પુરુષો અને તેના સંગઠનો તેમજ કેટલાક ધાર્મિક સંગઠનોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કરવાનું શરુ કરી દીધું છે. આ સંગઠનોના મતે સરકારના આ નિર્ણયને કારણે આફ્રીકાની સભ્યચા સમાપ્ત થઇ જશે. સરકારનો આ નિર્ણય દેશને ગર્તામાં ધકેલી દેશે. BBCના રિપોર્ટ મુજબ સાઉથ આફ્રીકાના મશહૂર બિઝનેસમેન કે જેણે પોતે 4 લગ્ન કરેલા છે તેવા મેસેલેકુએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે સરકારનો આ નિર્ણય આફ્રીકાની સભ્યતાને નુકસાન પહોંચાડશે. તેમણે શું હવે પુરુષોએ મહિલાની સરનેમ પણ લગાવવી પડશે ? તેવો સવાલ પણ સરકારને કર્યો હતો.
બીજી તરફ આ ઘટનાક્રમના પડઘા રાજકીય ફલક પર પણ પડ્યા છે. વિરોધ પક્ષ, આફ્રીકન ક્રિશ્યન ડેમોક્રેટીક પાર્ટીના નેતા કેનોથના કહેવા મુજબ આ કાયદો દેશ અને સમાજના બરબાદ કરવા માટે બનાવવામાં આવ્યો છે. જો કે, પ્રોફેસર કોલિસ મચોકાએ સરકારના નિર્ણયને ટેકો આપ્યો છે. તેમણે ઝિમ્બાબ્વેમાં મહિલાઓ એક કરતા વધારે પુરુષો સાથે લગ્ન કરી શકે છે. સમાજ અને કાયદો માન્યતા આપતો નથી, પણ આમ છતા મહિલાઓ એક કરતા વધારે પુરુષ સાથે લગ્ન કરે છે. ઝિમ્બાબ્વેમાં પણ પુરુષોને એક કરતા વધારે મહિલા સાથે લગ્ન કરવાની છૂટ છે. તો પછી સાઉથ આફ્રિકામાં માત્ર પુરષોને જ આઝાદી કેમ આપવામા આવી રહી છે.