ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ હતી. આ મેચના પાંચમા દિવસે ભારતે બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી ચેતેશ્વર પૂજારા અને શુભમન ગીલે શાનદાર સદી ફટકારી હતી. જ્યારે કુલદીપ યાદવે બંને ઇનિંગ્સમાં કુલ 8 વિકેટ ઝડપી હતી. આ જીત બાદ ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે. આ સાથે જ ભારતીય ટીમ WTCના પોઈન્ટ ટેબલ પર ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે.
ADVERTISEMENT