દુનિયામાં મીઠા પકવતા દેશમાં ભારત પહેલાથી જ અગ્રેસર છે. તમને જાણીને નવાઈ થશે કે, દુનિયાની ત્રીજા ભાગની વસ્તી ભારતમાંથી નિર્યાત થયેલું મીઠું ખરીદે છે. અરે ચીન સહિતના 17 દેશ તો એવા છે કે, જે સંપૂર્ણ પણ મીઠા બાબતે ભારત પર નિર્ભર છે. વળી ભારતમાંથી નિકાસ થતાં કુલ મીઠાના જથ્થામાંથી 95 ટકા જથ્થાનું ઉત્પાદન તો ગુજરાતના કંડલા, જખૌ અને મુન્દ્રા વિસ્તારમાં થયેલું હોય છે. ગુજરાતના જ અગરિયામાં પકલેવું મીઠું દુનિયાના 200 કરોડથી વધુ લોકો તેના રોજીંદા જીવનમાં ખાવા પીવાનું વસ્તુ બનાવવામાં ઉપયોગ કરે છે.
મીઠું નાંખ્યા વગરની રસોઈ બનાવવી લગભગ અશક્ય છે. દેશની 130 કરોડની વસ્તી સહિત વિશ્વના 200 કરોડથી વધુ લોકો ભારતમાં પકવેલું મીઠું જ દરરોજ ખાય છે. 1947માં ભારત આઝાદ થયો તે સમયે જરૂરિયાતને પૂરી કરવા માટે બ્રિટન અને એડન એટલે કે હાલના યમનથી મીઠું મંગાવતા હતા. ત્યારે ભારતમાં માત્ર 19 લાખ ટનનું ઉત્પાદન થતુ હતું, પરંતુ સમયાંતરે દેશ મીઠાની બાબતમાં સ્વાવલંબી બન્યો અને સોલ્ટ કમિશનર ઓફ ઇન્ડિયાના ચોપડે આજે ભારત 110 દેશમાં મીઠાની નિકાસ કરે છે.
જેમાં ફૂડ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડનું મીઠું પણ સામેલ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે દુનિયાની કુલ વસ્તી 780 કરોડ હોવાનો અંદાજ છે, એ હિસાબે ભારત વિશ્વની લગભગ ત્રીજા ભાગની વસ્તીને મીઠું પૂરું પાડે છે. દુનિયાના 110 દેશમાં ભારત મીઠાની નિકાસ ઘણાં સમયથી કરતો રહ્યો છે. ભારતમાં વાર્ષિક 80 લાખ ટન જેટલું મીઠું ખવાય છે.
જીવવા માટે શ્વાસ જોઇએ, બોલવા માટે અવાજ અને ગાવા માટે ગીત તેમ ભોજન બનાવવા માટે મીઠું આવશ્યક છે. આજે ભારત એ દુનિયામાં મીઠું પકવતા ટોચના પાંચ દેશમાં સામેલ છે. ભારતમાં દર વર્ષે આશરે 300 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે, જેમાંથી 105થી 110 લાખ ટન મીઠું દેશ અને વિદેશમાં મોકલવામાં આવે છે. ભારતમાં જો બે-ત્રણ વર્ષ મીઠું ના પકવે તો પણ મીઠાની તંગી ઊભી ના થાય એટલું મીઠું છે. સરકારના આકંડા મુજબ ભારતમાં વાર્ષિક 80 લાખ ટન જેટલું મીઠું ખવાય છે અને એની સામે ઉત્પાદન 300 લાખ ટન જેટલું થાય છે. ભારતમાં મીઠાનું જેટલું ઉત્પાદન થાય છે એમાંથી આશરે 70 ટકા મીઠું એકલું ગુજરાત પકવે છે. આ સિવાય રાજસ્થાનમાં 12 ટકા, તમિલનાડુ અને આન્ધ્રપ્રદેશમાં 12 ટકા, અને બાકી બચતું 6 ટકા ઉત્પાદન મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કર્ણાટકમાં થાય છે. વર્ષ 2018-19માં ભારતની મીઠાની કુલ નિકાસ 103 લાખ ટન હતી, જે 2019-20માં વધીને 115 લાખ ટન નોંધાઈ છે. ભારતમાંથી મીઠાની જે નિકાસ થાય છે એમાં 95 ટકા જથ્થો તો ગુજરાતના કંડલા, જખૌ અને મુન્દ્રા વિસ્તારમાંથી થાય છે. મીઠા માટે જાપાન, બાંગ્લાદેશ, ભુતાન, નેપાળ, ગલ્ફના દેશો સહિત 17 દેશમાં મીઠાનો તમામ જથ્થો ભારતમાંથી જ મોકલાય છે. ચીન કે જે ભારત કરતાં ત્રણ ગણું વધુ મીઠું પકવે છે ત્યાં પણ જરૂરિયાત પૂરી કરવા માટે ભારત પાસે મીઠું ખરીદે છે.
ઘણા દેશો ઇન્ડિયન સોલ્ટના ટ્રેડિશનલ ખરીદનાર છે અને તેમની સાથે ભારતે સંધિ કરી છે. જે મુજબ કોઈપણ પરિસ્થિતિમાં ભારત આ બધા દેશોને મીઠું આપવા બંધાયેલું છે.