દુનિયામાં ઈન્ટરનેટનો ઉપયોગ છેલ્લાં પાંચ વર્ષમાં એટલો બધો વધ્યો છે કે, હવે ભારત પણ તેના ઉપયોગકર્તાઓની હરોળમાં આવીને ઉભુ થઈ ગયું છે. તાજેતરમાં જ કરવામાં આવેલા સરવેમાં બહાર આવ્યું છે કે, હાલ દુનિયાના 4.5 અબજ લોકો ઈન્ટરનેટનો ઉપભોગતા છે. જેમાંથી ભારતમાં જ 5600 લાખ ઈન્ટરનેટના વપરાશકર્તા છે. આ દ્રષ્ટિએ ભારત હવે દુનિયાનું બીજા નંબરનું ઈન્ટરનેટ વપરાશકારોનું માર્કેટ બની ચુક્યું છે.
દુનિયામાં સોથી વધુ ઈન્ટરનેટ વપરાશકારો એશિયામાં છે. જયારે દુનિયાની વસ્તી હાલ 7.8 અબજ જેટલી છે. જેના થયેલા સરવેમાં તારણ નીકળ્યું છે કે, ઈન્ટરનેટની સોથી વધુ સ્પીડ દક્ષિણ કોરિયામાં 52.4 એમબીપીએસનો લાભ વપરાશકારોને મળી રહ્યો છે. ઈન્ટરનેટના વપરાશકર્તાઓમાં ભારત દુનિયાનું બીજા નંબરનું માર્કેટ ધરાવે છે. જયાં 5600 લાખ લોકો તેનો વપરાશ કરી રહ્યા છે.
એશિયાની લગભગ અડધી વસ્તી ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થઈ ગઈ છે. જાહેરાતની દ્રષ્ટિએ પણ ઓનલાઈનનું ચલણ હવે અસરકારક અને લોકપ્રિય પુરવાર થવા માંડ્યું છે. ગુગલ પર સર્ચ થતી જાહેરાત પર થતો દરેક 1 ડોલરના ખર્ચ પર કંપનીઓને 8 ડોલર જેવો નફો થાય છે.
હવે દુનિયાના કુલ 4.18 અબજ વપરાશકારોમાં ગુગલ પ્લેટ સ્ટોર પરથી 25,70,00 એપસંગ્રહ છે. જેમાંથી ડાઉનલોડ થતી એપ પૈકી વપરાશકારો તેનો ફોન પરનો સમય પૈકી 90 ટકા એપ પર જ પસાર કરતા હોવાનું તારણ બહાર આવ્યું છે. આ ઉપરાંત સરવે મુજબ તમામ સર્ચ એન્જિનમાંથી 92 ટકા એક્ટિવિટ માત્ર ગુગલ પર નોંધાઈ છે. દરેક સેકન્ડે ગુગલ પર 40 હજારથી વધુ સર્ચ થાય છે. એ જ રીતે તમામ વેબ સાઈટ પર થતી તપાસમાં 93 ટકા સર્ચ એન્જિનમાં થાય છે.
હવે 2020ના અંતમાં તમામ વેબ સાઈટ સર્ચ પૈકી 50 ટકા વોઈઝ બેઈઝ્ડ રહેશે.
દુનિયામાં 2.05 અબજ લોકો હવે ખરીદી માટે પણ ઓનલાઈન સિસ્ટમને પસંદ કરતા થયા છે. આ સાથે જ દુનિયામાં રિટેઈલ ઓનલાઈન વેચાણ 47 ટકા જેવું નોંધાયું છે. આજે દુનિયામાં 3.8 અબજ યુઝર્સ પાસે સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે. દરરોજ આ લોકો 2.24 કલાક સોશિયલ મીડિયામાં જ પસાર કરતા હોવાનું બહાર આવ્યું છે. હેકીંગની રીતે જોવા જઈએ તો દર 39 સેકન્ડે એક હુમલો થાય છે. 2018ના વર્ષમાં આ પ્રકારના હુમલાથી ટ્રિલિયન ડોલરનુ નુકસાન થયું હતુ.