13 મહિનાથી કોરોના સામે જંગ લડી રહેલી દુનિયામાં બે મહિનાથી વેકસીનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. કેટલાક દેશમા વેકસીનની આડઅસરના કિસ્સા પણ બન્યા છે. જેની સામે ભારતમાં વિકસાવાયેલી બે વેકસીનના ઉપયોગ બાદ આડઅશરની ફરિયાદો તદન ઓછા પ્રમાણમાં રહી છે. જેને કારણે દુનિયાનું ધ્યાન ભારત તરફ ગયું છે. હાલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ અધનોમએ કોરોના સામેની લડાઈમાં સતત સાથ આપવા બદલ ભારતનો આભાર માન્યો હતો. ટેડ્રોસ અધનોમએ સોશિયલ મીડિયામાં લખ્યું હતુ કે, ભારતે કોવીશિલ્ડ અને કો-વેકસીન વિકસાવી છે. જેના ઉપયોગ માટે મોદી સરકારે મંજૂરી આપી છે. આજે ભારતમાં વેકસીનેશન કાર્યક્રમ પણ મોટાપાયે ચાલી રહ્યો છે. ભારતે આ વેકસીન પોતાના પુરતી જ મર્યાદીત રાખી નથી. પરંતુ એશિયાના પાડોશી દેશો સહિત બ્રાઝિલ, મોરક્કો જેવાં દેશોને વેક્સિન મોકલી છે. ભારતે આ કાર્ય કરીને દુનિયાની કોરોના સામેની લડતમાં મજબૂત કામ કર્યું છે. અધનોમે તેમની ટ્વીટમાં ગ્લોબલ કોવિડ-19 રિસ્પોન્સને સતત મદદ કરવા તથા દેશમાં વેકસીનના સંશોધકોને પ્રોત્સાહન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ અધનોમએ તેમની ટ્વિટમાં વધુમાં લખ્યું હતુ કે, જો આપણે સાથે મળીને કામ કરીશું તો આ વાઈરસને રોકી શકીશું અને કેટલીય માનવ જિંદગીઓને બચાવીશુ, ઉલ્લેખનીય છે કે, દુનિયાના અનેક દેશોએ વેકસીન માટે ભારતનો આભાર માન્યો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પણ ભારતની વેક્સિનને સંજીવની બૂટી ગણાવી છે. નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન અને માલદીવને ભારતે વેક્સિનના ડોઝ મોકલ્યા છે. આ ઉપરાંત મોરિશિયસ, મ્યાનમાર અને સેશેલ્સ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનમાં પણ વેક્સિન મોકલવા ભારતે તૈયારી કરી છે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ પણ મોદીને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ 19 રસીના 20 લાખ ડોઝ મોકલવા માટે આભાર માન્યો છે. તે તમામ બાબતની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને નોંધ લીધા હોય તેવુ આ મસેજ પરથી જણાય છે.