ભારતમાં ટાટાનું નેનો મોડેલ ઘણું ઓછી કિંમતે બજારમાં મુકાયું હતુ. જો કે, ઓછી કિંમત હોવા છતાં તે સફળ રહ્યું ન હતુ. જયારે હવે Tata Altroz iTurbo પેટ્રોલ મોડલ કંપનીએ ભારતના બજારમા મુક્યું છે. ભારતમાં વાહન બજારમાં ટાટા કંપની કેટલાક સમયથી પગપેસારો કરવા પ્રયાસો કરી રહી છે. હાલમાં જ કંપનીએ લોંચ કરેલા મોડલમાં Tata Altroz iTurboનું નામ છે.
દિલ્હીમાં આ કારની કિંમત રૂ.7.73 લાખ છે. જ્યારે આ જ કારના ટોપ વેરિયંટની કિંમત રૂા. 8.85 લાખ સુધી રહેશે. ભારતીય ઓટો માર્કેટમાં ટાટાની iTurbo ત્રણ વેરિયંટમાં મળી રહેશે. જેમાં Xt, Xz અને Xz+ ટ્રીમનો સમાવેશ થાય છે. કંપનીએ આ કારને ગત વર્ષે ભારતીય માર્કેટમાં વેચાણ માટે મુકી હતી. જે પછી હવે કંપનીએ આ જ કારના નવા વેરિયંટ તૈયાર કરીને માર્કેટમાં મુક્યા છે. નવા વેરિયંટમાં Nexon ફેસલિફ્ટમાંથી 1.2 લિટરનું 3 સિલિન્ડર વાળું ટર્બોચાર્જ્ડ એન્જિન છે.
કંપનીના ટેકનીકલ નિષ્ણાંતો કહે છે કે, નવા મોડેલમાં એન્જિનમાં ઘણા ફેરફાર કરાયા છે. જેમાં iTurbo ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વિશેષ છે. આ કાર આશરે 11.9 સેકન્ડમાં 0થી 100 કિમી / કલાકની સ્પીડ પકડી લે છે. નવા વેરિયંટમાં 18.13 કિમી/લિટર માઈલેજ મળી રહેશે તેવો દાવો પણ ટાટા મોટર્સે કર્યો છે. જો કે, આ કિંમત શરૃઆતની હોય, થોડા સમય બાદ તેમાં વધારો થવાની પુરેપુરી શકયતા છે. રેગ્યુલર પેટ્રોલ વેરિયંટની તુલનામાં આ iTurbo ટ્રિમ્સની કિંમત રૂ. 60,000 વધુ છે. એટલે સામાન્ય કાર કરતા તે વઘું મોંઘી છે. iTurbo એક નવું વેરિયંટ છે. જેમાં કારના એન્જિન સિવાય કોઈ મોટો ફેરફાર કારમાં કરાયો નથી. ટાટા મોટર્સે રેગ્યુલર પેટ્રોલ-ડીઝલ મોડલ માટે Xz+ વેરિયંટ લૉન્ચ કર્યું છે. જેના પેટ્રોલ Xz+ની કિંમત રુ.8.25 લાખ છે. જ્યારે Xz+ની એક્સ શૉરૂમ કિંમત રૂ.9.45 લાખ છે. કારના સૌથી મોટા બદલાવની વાત કરવામાં આવે તો Altroz iTurbo માં પાવર માટે Nexon ફેસલિફ્ટમાંથી 1.2 લિટરનું 3 સિલિન્ડરવાળું પેટ્રોલ એન્જિન ઉપયોગમાં લેવાયું છે. નવા વેરિયંટમાં જે એન્જિન છે તેમાં 5500 Rpm પર 108 bhpનો ઓછામાં ઓછો પાવર અને 1500-5500 પર 140 Nmનો પિક ટોર્ક જનરેટ થાય છે. એટલે કે, રેગ્યુલર મોડલની તુલનામાં નવા વેરિયંટમાં ટકા વધુ પાવર અને 24 ટકા વધારે ટોર્ક મળી રહેશે. આ સિવાય 5 સ્પીડ ગેરબોક્સ કંપનીએ આ મોડેલમાં ફીટ કર્યા છે.