ભારતીય સૈન્યને વધુ મજબૂત બનાવવા માટે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ચીન અને પાકિસ્તાન સરહદે સતત સંઘર્ષની સ્થિતિને કારણે સરહદ પરની ગતિવિધિઓ પર નજર રાખવામાં ભારત સરકાર ખાસ સુવિધા ઉભી કરવા જઈ રહી છે. આ માટે ભારત સરકાર પોતાના ઈમરજન્સી ફંડમાંથી 500 કરોડનો ખર્ચ કરશે. ભારતને ટૂંક સમયમાં ઇઝરાઇલનો હેરોન ડ્રોન મળી જશે. આ ડ્રોન દ્વારા સેના વાસ્તવિક નિયંત્રણ લાઇન (એલએસી) અને લદ્દાખ સરહદ પર ચોકસાઈથી નજર રાખી શકશે. ઇઝરાઇલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીએ ખાસ નજર રાખનારા ઉપકરણોમાં ખાસ ડ્રોન તૈયાર કર્યા છે. આ ખાસ એરક્રાફ્ટને આજના આધુનિક યુદ્ધ સ્થળોથી ખુફીયા જાણકારી હાંસલ કરવામાં મહારત છે.
હેરોન અથવા માકાત્જ એક મીડિયમ એલ્ટીટ્યૂડનું UAV છે. તેને ખાસ કરીને નજર રાખવા અને સર્વિલિયન્સ ઓપરેશન માટે બનાવાયું છે. મળતી વિગતો મુજબ કેટલાક અન્ય નાના ડ્રોન પણ અમેરિકા પાસેથી ભારત ખરીદશે. 2000ની શરૃઆત સાથે જ દુનિયામાં હેરોન ડ્રોન્સની માંગ થઈ રહી છે. આ સિસ્ટમ સંપૂર્ણ રીતે સ્વચાલિત છે. ઉડાણવાળી જગ્યા કે, મોસમની કોઈપણ સ્થિતિમાં તે સરળતાથી કામ કરી શકે છે. હેરોન 30 હજાર ફુટની ઉંચાઇ સુધી ઉડી શકે છે. આ જીપીએસ નેવીગેશન સિસ્ટમ દ્વારા નજર રાખવાનું કામ કરે છે.
સુત્રોના જણાવ્યા મુજબ ચીન સરહદે છેલ્લાં દોઢ વર્ષથી ભારતને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જેથી સરકારે હવે આ સરહદ પર વધુ ચોકસાઈ રાખવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા કવાયત આદરી છે. ભારતીય સેના માટે સરકાર અત્યાધૂનિક ચાર ડ્રોન ખરીદવા જઈ રહી છે. ઈઝરાયલ પાસે આ તમામ ડ્રોન મળવાના છે. એંટી-જૈમિંગ ક્ષમતાવાળા આ નવા ડ્રોન્સની ખરીદી બાદ સેનાને સરહદ પર કામ કરવામાં વધુ મદદ મળશે. આ ડ્રોન બટાલિયન લેવલ પર પ્રદાન કરાશે. હાથોથી ઓપરેટ કરી શકાતા આ ડ્રોન્સનો ઉપયોગ કોઇ આશંકિત સ્થાનની જાણકારી મેળવા કરી શકાશે. કેન્દ્ર સરકારે આ સુવિધા માટે તાબડતોબ 500 કરોડ રૂપિયા ઇમરજન્સી ફંડમાંથી રીલીઝ કરી દીધા છે.