મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)માં લાગેલી ભીષણ આગમાં દસ નવજાત શિશુઓ દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા. ડિવિઝનલ કમિશનર બિમલ કુમાર દુબેએ જણાવ્યું કે જે વોર્ડમાં આગ લાગી હતી ત્યાં 55 નવજાત શિશુઓને દાખલ કરવામાં આવ્યા હતા. 45 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. તેની સારવાર ચાલી રહી છે.
નિર્દોષ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. PMOએ X પર લખ્યું કે હૃદયદ્રાવક! ઉત્તર પ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજમાં લાગેલી આગની ઘટના હૃદયદ્રાવક છે. જેઓએ પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
ઘટના બાદ યુપી સીએમએ વળતરની જાહેરાત કરી હતી
મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)માં લાગેલી ભીષણ આગમાં દસ નવજાત શિશુઓ દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા. ડિવિઝનલ કમિશનર બિમલ કુમાર દુબેએ જણાવ્યું કે જે વોર્ડમાં આગ લાગી હતી ત્યાં 55 નવજાત શિશુઓને દાખલ કરવામાં આવ્યા હતા. 45 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. તેની સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાની માહિતી મળતા જ ફાયરની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી હતી.