પ્રજા વત્સલ અને ટૂંક સમયમાં લોકપ્રિય થયેલા સાંસદ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભા કબજે કરે એવી લોકમુખે ચર્ચા
ઉનાઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલને સોંપવામાં આવેલી 6 વિધાનસભાની જવાબદારી પૈકી 5 વિધાનસભામાં ભવ્યાતિભવ્ય વિજય થયો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી ભારતીય જનતા પાર્ટી તેમજ મહાયુતિ નો ૨૨૫ જેટલી બેઠકો મા ભવ્યાતિભવ્ય થયો છે, આ ચુંટણીમાં રાષ્ટ્રીય નેતૃત્વ દ્રારા લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલને મહારાષ્ટ્રના પાલધર લોકસભા બેઠકમા આવતી ૬” વિધાનસભા ની જવાબદારી સોંપવામાં આવી હતી જે પૈકી પાંચ વિધાનસભા બેઠકમાં ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે, જેમાં પણ વસઈ અને નાલાસોપારા વિધાનસભા બેઠક જેમા વરસો થી બહુજન વિકાસ અધાડીનો કબજો હતો જે સાંસદશ્રી ધવલભાઈ પટેલ ના સતત પ્રવાસ, પ્રયત્નોની કુનેહ અને પ્રજા સાથે સતત સંપર્ક તેમજ પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કરવાની આવડતને લઈ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 6 માંથી 5 વિધાનસભામાં ભારે મતોથી વિજેતા બન્યા છે, વલસાડ-ડાંગના સાંસદ તેમજ લોકસભાના દંડક એવા ધવલભાઈ પટેલ વલસાડ અને ડાંગ ની સાત વિધાનસભામાં હાલમાં 6 વિધાનસભા ભાજપના કબજે હોય જેમાં વાંસદા વિધાનસભા કોંગ્રેસના કબ્જામાં હોય પરંતુ આ સાંસદ ધવલભાઈ પટેલે આ વખતે વાંસદા વિધાનસભા આવનાર ચૂંટણીમાં કબજે કરવાનો હુંકાર કર્યો હતો વાંસદા વિધાનસભામાં વર્ષોથી વિકાસકીય કામોના અનેક પ્રશ્નો ગૂંચવાયેલા હતા જે સાંસદ દ્વારા હાલમાં ત્વરિત અનેક પ્રશ્નોનું નિરાકરણ કરી કરોડો રૂપિયાના રોડ રસ્તાના કામોને મંજૂરી આપી કામો સારું કરવી બુલેટ ટ્રેનની રફતારથી વિકાસના કામો થઈ રહ્યા છે તેમજ વાંસદા તાલુકાના સરપંચો તેમજ કાર્યકરો સાથે સતત સંપર્ક માં રહી પ્રજાના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવા માટે ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોને સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું હોય જેને લઈ આવનાર વિધાનસભા ચૂંટણીમાં વાંસદા વિધાનસભા ભાજપ કબજે કરે એવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે
મહારાષ્ટ્ર વિધાનસભાના ભવ્ય વિજય બદલ સાસદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા વિજેતા તમામ ઉમેદવારોને ટેલિફોનિક સંપર્ક કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમજ વિજેતા ઉમેદવારો દ્રારા પણ માન સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો તેમજ ગુજરાત પ્રદેશ સંગઠનના આગેવાનો, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, ઉમરગામ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ સહિત આગેવાનો નો આભાર માનવામાં આવ્યો હતા.