Headlines
Home » ભારતીય નૌકાદળે અગ્નિવીરનું જાહેરનામું બહાર પાડ્યું, આ તારીખથી અરજી કરી શકાશે

ભારતીય નૌકાદળે અગ્નિવીરનું જાહેરનામું બહાર પાડ્યું, આ તારીખથી અરજી કરી શકાશે

Share this news:

ભારતીય નૌકાદળે અગ્નિવીર ભરતી 2023 ની સૂચના બહાર પાડી છે. અગ્નિવીર ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો ભારતીય નૌકાદળની અધિકૃત વેબસાઈટ joinindiannavy.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી 26 જૂનથી શરૂ થશે અને 02 જુલાઈ 2023 સુધી કરી શકાશે. મેરિટ લિસ્ટ ઓક્ટોબર 2023માં સત્તાવાર વેબસાઇટ પર જ જાહેર કરવામાં આવશે. નેવીમાં અગ્નિવીર MR (સંગીતકાર) 02/2023 નવેમ્બર 23 બેચ માટે કુલ 35 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને અન્ય લાયકાત:

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. 1 નવેમ્બર 2002 થી 30 એપ્રિલ 2006 વચ્ચે જન્મેલા ઉમેદવારો જ અગ્નિવીર નેવી માટે અરજી કરી શકે છે. માત્ર અપરિણીત પુરૂષ અને અવિવાહિત મહિલા ઉમેદવારો જ ભારતીય નૌકાદળમાં અગ્નિવીર તરીકે નોંધણી માટે પાત્ર છે. રિક્રૂટ્સની પસંદગી પ્રિલિમિનરી સ્ક્રિનિંગ ટેસ્ટ અને ફાઈનલ સ્ક્રીનિંગ ટેસ્ટમાં તેમના પ્રદર્શનના આધારે મેરિટના આધારે કરવામાં આવે છે. પ્રારંભિક પરીક્ષામાં શારીરિક ધોરણ લાયક હોવું ફરજિયાત છે.

શારીરિક કસોટી:

દરેક અરજદારે શારીરિક તંદુરસ્તી કસોટી પાસ કરવી ફરજિયાત છે. પુરૂષ ઉમેદવારોએ 1.6 કિલોમીટરની દોડ 6 મિનિટ 30 સેકન્ડમાં અને મહિલા ઉમેદવારોએ 8 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. પુરુષોએ 20 સ્ક્વોટ્સ અને 12 પુશ-અપ્સ કરવાના હોય છે. મહિલા ઉમેદવારોએ 15 સ્ક્વોટ્સ અને 10 સિટ-અપ્સ કરવાના રહેશે.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *