કોરોના મહામારીના સમયગાળામાં ભારતીય રેલવે દ્વારા માલસામાનનું પરિવહન ચાલુ રખાયું હતુ. આ જ કારણે ભારતીય રેલવે દેશમાં કાર્ગો માટે સૌથી મોટો વિકલ્પ બન્યું છે. કોરોના કાળમાં ભારતમાં પેસેન્જર ટ્રેન લગભગ બંધ કરી દેવાઈ હતી. જેને કારણે કારણે માલવાહક ગાડીઓને દેશમાં તમામ રેલવે ટ્રેક ખાલી મળ્યા હતા. જેથી પહેલાની તુલનામાં વધું ઝડપથી સામામ પહોંચાડી શકાયો હતો. પરિણામે રેલવેએ એપ્રીલ 202થી જાન્યુઆરી સુધીમાં 167 વર્ષના ઇતિહાસમાં સૌથી વધારે 119.79 મિલિયન ટન માલનું પરિવહન કરી નવો એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ફેબ્રુઆરી 2021માં ભારતીય રેલવેને 30.54 મિલિયન ટન માલ પરિવહનનો ઓર્ડર મળ્યો છે. જેમાં 13.61 મિલિયન ટન કોલસો, 4.15 મિલિયન ટન આયર્ન ઓર, 1.04 મિલિયન ટન ખાણ, 1.03 મિલિયન ટન ખાતર, 0.69 મિલિયન ટન ખનિજ તેલ અને 1.97 મિલિયન ટન સિમેન્ટ સામેલ છે.
ભારતીય રેલવે દ્વારા માલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને આકર્ષક બનાવવા કેટલીક છૂટ આપવામાં આવી રહી છે. નવા વ્યવસાયીઓને આકર્ષિત કરવા માટે અને હાલના ગ્રાહકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી રેલ મંત્રાલયે આયર્ન અને સ્ટીલ, સિમેન્ટ, વીજળી, કોલસો, ઓટોમોબાઇલ્સ અને લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા ઉદ્યોગોના માલિકો સાથે બેઠકોનો દોર શરૃ કર્યો છે. માત્ર આટલું જ નહીં ઝોનલ અને મંડળ સ્તરો પર બિઝનેસ ડેવલપમેન્ડટ અને માલ ટ્રાંસપોર્ટની ગતિને બે ગણી કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. જાન્યુઆરી 2021માં રેલવેએ રેકોર્ડબ્રેક 119.79 મિલિયન ટન સામાનનું પરિવહન કર્યું છે. માર્ચ 2019માં રેલવે દ્વારા 119.74 મિલિયન ટન સામાન પહોંચાડાયો હતો. 01 એપ્રિલ 2020થી 12 ફેબ્રુઆરી 2021 દરમિયાન માલસામાનના પરિવહન માટે રેલવેએ 99 હજાર 605 કરોડની કમાણી કરી છે. જયારે 2019ના 1 એપ્રિલથી 11 ફેબ્રુઆરી 2020 દરમિયાન આ જ પ્રકારે માલાસામાનની હેરફેર બદલ રેલવેને 98 હજાર 833 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. એટલે કે, ભારતીય રેલવેએ 2019 કરતા 2020માં કોરોનાના કાળમાં 0.8 ટકા વધારે આવક મેળવી છે. આ સમયે દેશમાં વિવિધ ચીજવસ્તુઓની માંગ તદન ઓછી રહી હતી. તેમ છતાં આવશ્યક ચીજવસ્તુઓની હેરાફેરીમાં રેલવેની કામગીરી નોંધપાત્ર રહી છે.