મનુષ્યના જીવનમાં પરુષાર્થ સાથે નસીબનું પણ એટલું જ મહત્વ રહેલું છે. કોઈ માને કે ન માને, પરંતુ આખો દિવસ મજૂરી કરનારો લાખો પતિ નથી બની શકતો તેમ એકલા નસીબના જોરે પણ કશુ થતુ નથી. જીવનમાં સફળતા માટે પુરુષાર્થ અને નસીબ બંનેની આવશકયતા રહે છે. તાજેતરમાં સંયુકત અરબ અમીરાતના એક લકી ડ્રોમાં એક ભારતીય નાવિકનું નસીબ ઉઘડી ગયું હતુ. આ લકી ડ્રોમાં તેણે 7.45 કરોડ રૂપિયાની રકમ જીતી લેતાં તે રાતોરાત કરોડપતિ બની ગયો છે. થોડાંક દિવસ પહેલાં જ આ શખ્સે લોટરી ખરીદી હતી. 37 વર્ષના એક ભારતીય ચાલકનું નામ ગણેશ શિંદે છે. શિંદે બ્રાઝીલની એક કંપની માટે નાવિકનું કામ કરે છે અને તેઓ દુબઇ અને રિયો ડી જિનરિયોની વચ્ચે અવરજવર કરતા રહે છે. આ ઉપરાંત દુબઇમાં તેના માટે ટ્રાંઝિટ ઠરાવ છે.
મીડિયાના અહેવાલો મુજબ મિલેનિયમ મિલેનિયર લકી ડ્રોની શરૂઆત 1999માં થઇ હતી અને તેઓ તેના 181મા વિજેતા છે. મિલેનિયમ મિલેનિયર લકી ડ્રોની ટિકિટ સૌથી વધુ ભારતીય નાગરિક ખરીદે છે. આ શખ્સ મહારાષ્ટ્રના થાણેનો મૂળ રહેવાસી છે. 36 વર્ષના ગણેશ શિંદેએ ગત મહિને 16મી જૂને દુબઇ ડ્યુટી ફ્રી મિલેનિયમ મિલેનિયર અને ફાઇનેસ્ટ સરપ્રાઇઝ ડ્રો વેબસાઇટ પરથી જેકપોટ ટિકિટ ખરીદી હતી. હાલમાં ગણેશ શિંદે દુબઈ આવ્યા કે તરત જ તેમણે જાણ થઈ કે, તેઓ જેકપોટ જીતી ગયા છે. આ સાથે જ તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. શિંદે છેલ્લાં બે વર્ષથી નિયમિત રીતે લોટરી ખરીદી રહ્યા હતા. લોટરી લાગ્યા બાદ તેને 7.45 કરોડ રુપિયા મળ્યા છે. આ સાથે જ તે રાતોરાત કરોડપતિ બની ગયા છે. લોટરીની રકમ મળ્યા બાદ શિંદેએ મીડિયા સમક્ષ કહ્યું હતુ કે તેઓ આ રકમમાંથી કાર, એપાર્ટમેન્ટ ખરીદવા માંગે છે. જો કે, આ રકમમાંથી મોટી રકમ બાળકોના અભ્યાસ માટે અનામત રાખવા ઈચ્છે છે. શિંદેએ વધુમાં કહ્યું હતુ કે, હજી પણ મને વિશ્વાસ નથી થતો કે હું લોટરીમાં આટલી મોટી રકમ જીતી ગયો છું. આ એક મોટો અવસર છે અને હું ખૂબ ખુશ છું અને દુબઇ ડ્યુટી ફ્રીનો આભાર માનું છું. હું ટૂંક સમયમાં ત્યાં જઇશ. આ પહેલાં બે કરોડ દિરહામની લોટરી પણ ભારતીય નાગરિકે જીતી લીધી હતી. જેમાં કેરળ નિવાસી અને અબુધાબીમાં ચાલકનું કામ કરતાં રંજીત સોમરાજન છેલ્લાં ત્રણ વર્ષથી ટિકિટ ખરીદી રહ્યા હતા. અને એક દિવસ તેનું નસીબ પણ જોર કરી જતાં તેઓનો જેકપોટ લાગ્યો હતો.