ભારતના પહેલાન બજરંગ પૂનિયાએ ફરી દુનિયામાં ડંકો વગાડ્યો છે. આ વખતે પહેલવાન બજરંગ પૂનિયાએ છેલ્લી 30 સેકન્ડમાં બે પોઇન્ટ મેળવીને માટિયો પેલિકોન રેંકિંગ કુશ્તી સિરઝમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારતનું ગૌરવ વધ્યું છે. જો કે, ભારતે 2021ના વર્ષની પ્રથમ રેંકિંગ સિરીઝમાં સાત મેડલ્સ જીતી લીધા છે. જેમાં વિમેન્સ કેટેગરીમાં વિનેશ ફોગાટે ગોલ્ડ અને સરિતા મોરેએ સિલ્વર મેડલ મેળવ્યાનું નોંધાયું છે. જયારે હાલમાં બજરંગ પનિયાએ ભારતનુ નામ રોશન કર્યું છે. હાલ તે ટોક્યો ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત રહ્યો હતો. આમ છતાં તેણે પોતાના વજન વર્ગમાં ફરીથી નંબર-1ની રેંકિંગ હાંસલ કરી લીધી છે. માટિયો પેલિકોન રેંકિંગ કુશ્તી સિરઝમાં મંગોલિયાના તુલ્ગા તુમૂર ઓચિર વિરૂદ્ધ તેની ટક્કર હતી. જેમાં 65 કિ.ગ્રા વેઇટ ગ્રૂપની ફાઇનલમાં બજરંગ પૂનિયા અંતિમ ક્ષણો સુધી 0-2થી પાછળ રહ્યો હતો. જો કે, છેલ્લી 30 સેકન્ડમાં બાજી પલટાઈ ગઈ હતી. ભારતના બજરંગ પુનિયાએ છેલ્લે છેલ્લે બે પોઇન્ટ હાંસલ કરીને સ્કોર 2-2 થી સરભર કરી દેતા રોમાંચક સ્થિતિ સર્જાઈ હતી. આખરે ભારતીય રેસલરે છેલ્લો પોઇન્ટ બનાવ્યો હોય, બજરંગ પુનિયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વેઇટ ગ્રૂપના રેંકિંગમાં બજરંગ બીજા ક્રમે હતો, પરંતુ માતિયો પેલિકોન ઇવેન્ટમાં 14 પોઇન્ટ મેળવતા તે આગળ વધ્યો હતો. નવી રેંકિંગમાં આ ટૂર્નામેન્ટના દેખાવની પણ નોંધ કરવામાં આવી હતી. તેથી તેણે ગોલ્ડ મેડલ જીતીને રેસલર નંબર-1નું સ્થાન મેળવી લેવામાં સફળતા મેળવી હતી.