ભારતીય બેંકિંગ સેક્ટર સિસ્ટમિક જોખમનો સામનો કરી રહ્યું હોવાનું વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે જણાવ્યું છે. વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સના જણાવ્યા પ્રમાણે કોવિડની બીજી લહેરની ભારતમાં મોટાપાયે અશર થઈ છે. જેમાં બેંકિંગ પ્રણાલી પણ પ્રભાવિત થઈ છે. આ અસર હજી દોઢ વર્ષ સુધી વર્તાઈ શકે છે. કોવિડ 19ની બીજી લહેર બાદ દેશની બેંકિંગ વ્યવસ્થઆ સિસ્ટમિક રિસ્કનો સામનો કરી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ છ મહિના દરમિયાન ભારતની નાણાકીય સંસ્થાના દેખાવ પર કોવિડની બીજી લહેરની પ્રતિકૂળ અસર દેખાવી નિશ્ચિત છે. આ ઉપરાંત એનબીએફ્સી પર પણ નોંધપાત્ર અસર વર્તાઈ શકે છે. અલબત, અફેર્ડેબલ હાઉસિંગ સિવાયની હાઉસિંગ ફઈનાન્સ કંપનીઓ પર બેંકિંગ જેટલી અસર નહિ થાય. જ્યારે ગોલ્ડ લોન્સ પર પણ ઓછી અસર થશે.
એસએન્ડપીના મતે આગામી સમયગાળામાં ઊંચી લોન અને બીજી બાજુ હાઉસિંગ ફઈનાન્સ કંપનીઓ અને ગોલ્ડ ફઈનાન્સ કંપનીઓ પર અસર ઓછી રહેવાની શક્યતા છે. જ્યારે અન્ય નોન-બેંકિંગ ફઈનાન્સ કંપનીઓ ઉપર બેંક્સ કરતાં વધુ ગંભીર અસર જોવા મળી શકે છે. બેંકિંગ સેક્ટરની નબળી લોનમાં વૃદ્ધિ જોવા મળશે અને આગામી ૧૨-૧૮ મહિના સુધી તે ૧૧-૧૨ ટકાના ઊંચા સ્તરે રહેશે. ક્રેડિટ લોસિસ પણ ૨.૨ ટકાના ઊંચા સ્તરે રહી શકે છે. જે નાણા વર્ષ ૨૦૨૨-૨૩માં રિકવર થઈને ૧.૮ ટકા પર થઈ શકે છે. જો કે, વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ બે મહિના દરમિયાન બેંકોની ક્રેડિટમાં ૧ ટકાનો ઘટાડા થયો હોય આ બાબતને એજન્સીએ સિઝનલ ફેક્ટર ગણાવ્યું હતું. તેના મતે એપ્રિલ અને મે મહિના દરમિયાન અનેક ફાયનાન્સ કંપનીઓની ઉઘરાણીમાં ૫ ટકાથી ૧૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. વધુમાં કુલ લોન પોર્ટફેલિયોમાં ૧૭ ટકા હિસ્સો ધરાવતાં એસએમઈ ક્ષેત્ર તથા નીચી આવક ધરાવતાં ઘરગથ્થું લોન ધારકો પર સૌથી વધુ અસર જોવા મળી હતી. જોકે ગઈ ડાઉન સાઈકલ કરતાં બેંકિંગ કંપનીઓ બીજા વેવમાંથી વધુ સારી રીતે બહાર આવે તેવી સ્થિતિ છે.