2020-21ના ચોથા કવોર્ટરમાં ભારતનો GDP 1.3 ટકા વધે તેવો અંદાજો એસબીઆઈએ લગાવ્યો છે. જો કે, આખા 2020-21ના નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી 7.4 ટકા સુધી ઘટી શકે છે. નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસનો વૃદ્ધિ દર 1.3 ટકા રહેવાનો અંદાજો છે. કોલકત્તાની સ્ટેટ બેંક ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશીપનાં સહયોગથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઔદ્યોગિક પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિ અને વૈશ્વિક અર્થતંત્રના 41 અત્યંત ચક્રીય સૂચકાંકો પર આધારીત એક ‘નાઉકાસ્ટિંગ મોડેલ’ વિકસાવ્યું છે. જે દેશની આર્થિક ગતિવિધિઓનું મુલ્યાંકન કરતુ રહે છે. SBI રિસર્ચના રિપોર્ટ ઇકોરૈપમાં દર્શાવાયું છે કે, 2019-20ના નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં લગભગ 7.3 ટકાનો ઘટાડો સંભવ બન્યો છે. જો કે, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ માર્ચ ત્રિમાસિક ગાળા માટે GDPનું પ્રારંભિક અનુમાન 31મી મેના રોજ જાહેર કરશે. એનએસઓએ આ પહેલાં 7.4 ટકાનો ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું હતું. એટલે કે આર્થિક વિકાસ દરમાં સ્થિતિ થોડી સુધરી છે. આ અગાઉના એસબીઆઈના નાઉકાસ્ટિંગ મોડેલ મુજબ, ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિદર 1.3 ટકા રહેવાનો અંદાજો મુકાયો હતો. એટલે કે, ચોથા ક્વાર્ટરમાં જીડીપીમાં એક ટકાનો ઘટાડો શઈ શકે છે. જયારે 2020-21ના આખા નાણાકીય વર્ષમાં 7.3 ટકા જેટલો વૃદ્ધીદર ઘટવાનું અનુમાન છે.
અગાઉ SBI રિસર્ચના એક રિપોર્ટમાં દર્શાવાયું હતુ કે, કોવિડને કારણે મુકાયેલા નિયંત્રણો દરમિયાન પણ ગ્રાહકોએ મોટેભાગે ઓનલાઇન ચીજવસ્તુ અને વેપાર ધંધાની ગતિવિધિ ચાલુ રાખવા પ્રયાસ કર્યા છે. જેને કારણે ગ્રોફર્સ, નેચર બાસ્કેટ, લિશિયસ જેવા પ્લેટફોર્મએ ઉંચા ભાવે ઉત્પાદનોનું વેચાણ થઈ રહ્યું છે. મોટાભાગના ઓનસ્ટોરલાઇન સ્ટોર્સમાં રોગચાળા દરમિયાન ડિસ્કાઉન્ટમાં ઘટાડો કરાયો છે છતાં ખરીદી અટકી નથી. કોરોનાના આવ્યા પહેલાં ઓનલાઇન સ્ટોર્સ પર વેચનારા ઉત્પાદનોનાં ભાવ તેની MRP કરતા પણ ઓછા રહેતા હતા. જેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને આકર્ષિત કરવાનો હતો. હવે સંક્રમણનાં ભય અને લોકડાઉનથી સૌથી વધુ ગ્રાહકોએ ઓનલાઇન શોપિંગનું વલણ અપનાવ્યું છે. એસબીઆઈની પાંખે કરેલા સરવેમાં અને મુલ્યાંકનને આધારે રજૂ થયેલા અહેવાલમા સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, ભારત અંદાજે 1.3 ટકાનાં વિકાસદરના આધારે 25 દેશોમાં પાંચમી સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે. અત્યાર સુધીમાં 25 દેશોએ તેમના GDPનાં આંકડા જાહેર કર્યા છે તે બાબતને ભારતના જીડીપી સાથે સરખાવાયા છે.