એક વર્ષ કરતા પણ વધુ સમયથી દુનિયામાં કેર વર્તાવી રહેલા કોરોના સામે હવે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં દુનિયાના કેટલાક દેશમાં રસીનો જથ્થો મોકલવામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે. જેની નોંધ યુનોએ પણ લીધી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે ભારતના આ વલણની પ્રશંસા કરતા કહ્યું હતુ કે, ભારત વેક્સિનેશન અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આજે તે દુનિયાના કેટલાક દેશને વેકસીન આપીને મદદ કરી રહ્યું છે. વેકસીન જ આજે આપણા માટે ‘સૌથી મોટી સંપત્તિ’ છે. યુએનના ચીફે વધુમાં ઉમેર્યું હતુ કે, ભારતમાં કોરોનાની રસીનું મોટાપાયે ઉત્પાદન થઈ રહ્યું છે. તેથી અમે ભારતીય સંસ્થાઓના સંપર્કમાં છીએ. ગ્લોબલ વેક્સિનેશન કેમ્પેઈનને સફળ બનાવવા ભારત દરેક પ્રકારની જરૂરી મદદ કરવા આજે સક્ષમ બન્યું છે. ભારતે કોરોનાની બે વેક્સીન બનાવી છે. જે બંને વેક્સીન દુનિયાની અન્ય વેક્સીનની સરખામણીમાં ખુબ જ અસરકારક સાબિત થઈ રહી છે. મહામારીના કાળમાં પાડોશી દેશોને ભારતે સામેથી મદદ કરી છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન સહિતના દેશોને વેક્સીનના 55 લાખ ડૉઝ મોકલી ભારતે માનવતાને ઉજાગર કરી છે. પાડોશી દેશો ઉપરાંત ભારતે ઓમાન, નિકારાગુઓ, પેસિફિક આયલેન્ડ સ્ટેટ્સ અને CARICOM દેશોને પણ કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ બનાવ્યો છે.
ભારતમાં આજે રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમ છતાં પાડોશી દેશો અને અન્ય રાષ્ટ્રોને પણ કોરોનાની રસી આપવાનું તેણે વિચાર્યું છે. યુનોએ આ માનવતાવાદી કાર્યક્રમની નોંધ લીધી હતી. UNના મહામંત્રી એન્ટોનિયો ગુતારેસે પણ ભારતની કોરોના રસીની ઉત્પાદન ક્ષમતાને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત પાસે તમામ સાધનસામગ્રી છે અને દુનિયાભરમાં રસીકરણના કાર્યમાં તે મહત્વનું પુરવાર થઈ શકે છે. સમગ્ર વિશ્વ માટે આ રસી ઉપયોગી થશે. રસી મામલે ભારત મહત્વનું પ્રદાન કરે તેવી દુનિયા આશા રાખી રહી છે. અને યુનોના મહામંત્રી એન્ટોનિયો ગુતારેસે આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. ઉલ્લેનીય છે કે, ચીને તેની રસી વિશ્વમાં શ્રેષ્ઠ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ હવે દુનિયાને ચીન પર વિશ્વાસ રહ્યો નથી. જેનું મુખ્ય કારણ એ છે કે, કોરોના વાઇરસને ફેલાવા પાછળ ચીન જવાબદાર હોવાનું મોટાભાગના દેશો માની રહ્યા છે.