ઈન્ટરનેટમાં ભારતમાં હાલ 4G ટેકનોલોજીનું ચલણ ચાલી રહ્યું છે. જો કે, દેશમાં 5G ટેકનોલોજીને ઉપયોગી બનાવવાની દીશામાં ઘણા સમયથી ઝડપભેર કામગીરી ચાલી રહી છે. ભારતમાં કામ કરતી અનેક ટેલિકોમ કંપનીઓ દ્વારા 5G ટેકનોલોજીના ઈન્સટોલેશન માટે તૈયારી થઈ છે. હવે બીજી બાજુ યુઝર્સમાં આ ટેકનોલોજીના વપરાશ માટે ઉત્સુકતા છે. તેથી સરકાર અને ટેલિકોમ કંપની પણ યુઝર્સને આ સુવિધા જલ્દી મળે તે માટે કવાયત કરી રહ્યા છે. ટેલિકોમ કંપનીઓને 5જી માટે સરકારે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરાવી દીધા બાદ તેનો એક અહેવાલ પણ તૈયાર કરાયો છે. 5જી ટેક્નોલોજીમાં સોફ્ટવેર અને હાર્ડવેરમાં ભારતીય ટેક્નોલોજીનો વધારે ઉપયોગ કરવામાં આવશે.
આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, 5જી ભારતમાં ટુંક સમયમાં જ સુવિધાયુક્ત બનાવાય શકે છે. લગભગ 75મા સ્વતંત્રતા દિવસે દેશમાં 5જીનું લોન્ચીંગ શક્ય છે. ભારત સરકાર 15 ઓગસ્ટ 2022ના રોજ આ અંગે વિધિવત જાહેરાત કરી શકે છે. રિપોર્ટમાં મોટી કંપનીઓ જેવી કે એરિક્સન, સેમસંગ અને ક્વોલકોમ ભારતમાં 5જી પર કામ કરી રહી હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે. જો કે, અન્ય એક અહેવાલમાં 5જી ઓક્ટશન વર્ષ 2022ના પ્રથમ ક્વાર્ટરમાં થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ રિપોર્ટ મુજબ આ વર્ષના અંતીમ ગાળામાં સુવિધા શરુ થઈ જશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. એટલે એટલુ સ્પષ્ટ છે કે, 2021માં અથવા તો વર્ષ 2022ના પહેલા મહિના સુધીમાં ભારતમાં 5જી સુવિધા ઉપલબ્ધ થઈ જશે.