Headlines
Home » ખરાબ હવામાનને કારણે ઈન્ડિગો એરક્રાફ્ટ ફરી પાકિસ્તાન એરસ્પેસમાં ઘુસ્યું, 15 મિનિટ સુધી પડોશી દેશની એરસ્પેસમાં રહ્યું

ખરાબ હવામાનને કારણે ઈન્ડિગો એરક્રાફ્ટ ફરી પાકિસ્તાન એરસ્પેસમાં ઘુસ્યું, 15 મિનિટ સુધી પડોશી દેશની એરસ્પેસમાં રહ્યું

Share this news:

ઈન્ડિગોની શ્રીનગર-જમ્મુ ફ્લાઈટ નંબર-6E-2124 ખરાબ હવામાનને કારણે રવિવારે પાકિસ્તાન એરસ્પેસમાં પ્રવેશી હતી. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ બીજી વખત પાકિસ્તાનના ક્ષેત્રમાં પ્રવેશી છે. આ પછી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ અમૃતસરમાં કરવામાં આવ્યું હતું. બે અઠવાડિયા પહેલા પણ ઈન્ડિગો એર લાઈનની ફ્લાઈટ પાકિસ્તાન ગઈ હતી.

એરપોર્ટ પરથી મળેલી માહિતી મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 2124 રવિવારે બપોરે 3.36 કલાકે શ્રીનગરથી જમ્મુ માટે ઉડાન ભરી હતી. ખરાબ હવામાનને કારણે 28 મિનિટ બાદ ફ્લાઈટ જમ્મુ-કાશ્મીરથી કોટ જમાઈલ થઈને પાકિસ્તાનમાં પ્રવેશી હતી. આ ફ્લાઈટ લગભગ પાંચ મિનિટ સુધી પાકિસ્તાન એરસ્પેસમાં રહી અને સિયાલકોટ થઈને જમ્મુ તરફ આવી. જમ્મુમાં પણ ખરાબ હવામાન હતું. જેના કારણે ફ્લાઈટ ત્યાં પણ લેન્ડ થઈ શકી ન હતી. આ પછી ફ્લાઈટ અમૃતસર જવા રવાના થઈ. આ ફ્લાઈટ સાંજે 4.15 વાગ્યાની આસપાસ ફરી પાકિસ્તાન સરહદમાં પ્રવેશી હતી. જમ્મુના કડિયાલ કલાનથી પ્રવેશેલી આ ફ્લાઈટ સાંજે લગભગ 4.25 કલાકે અમૃતસરના અજનલાના કક્કર ગામથી ભારતીય સરહદમાં પાછી ફરી હતી.

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈન્ડિગો ફ્લાઈટ પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશે તે પહેલા બંને દેશોના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ ફ્લાઈટ ડાયવર્ઝન જમ્મુ અને લાહોરની દેખરેખ હેઠળ થયું હતું. ઈન્ડિગો ફ્લાઈટે લેન્ડિંગ પહેલા 9 વખત અમૃતસર એરપોર્ટનું ચક્કર લગાવ્યું હતું. આ પછી ફ્લાઇટને લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી અને પછી તેને રદ કરવામાં આવી.

નોંધનીય છે કે 10 જૂનના રોજ પણ ખરાબ હવામાનના કારણે ફ્લાઈટ પાકિસ્તાનની એરસ્પેસમાં પ્રવેશી હતી. આ ફ્લાઈટ અમૃતસર એરપોર્ટથી અમદાવાદ માટે ટેકઓફ થઈ હતી. પરંતુ થોડીવારમાં હવામાન ખરાબ થઈ ગયું. પવન સાથે ફ્લાઇટને પાકિસ્તાનની હવાઈ ક્ષેત્રમાં જવું પડ્યું. વિમાન લગભગ 31 મિનિટ સુધી પાકિસ્તાનની એરસ્પેસમાં રહ્યું હતું. જોકે બાદમાં તે પાછો આવ્યો હતો.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *