જેમ જેમ વિશ્વ એક મોટી ડિજિટલ સ્પેસ બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ વેબ વિશ્વ સાથે સંકળાયેલી તમામ કંપનીઓ માટે સાયબર સુરક્ષા સૌથી મોટી ચિંતાનો મુદ્દો બની ગયો છે. આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં આપણી પાસે રહેલી ટેક્નોલોજીને કારણે આપણો તમામ અંગત ડેટા આપણા હાથમાં ઉપલબ્ધ છે. સાયબર નિષ્ણાતો ડિજિટલ ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે સતત કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગૂગલે બગસ્મિરરના સંસ્થાપક ભારતીય ટેક એક્સપર્ટ અમન પાંડેના કામને માન આપીને 65 કરોડનું ઈનામ આપ્યું છે. આનાથી ભારતીય ટેક નિષ્ણાતોના ઉત્સાહમાં વધારો થશે.
ગૂગલે બગસ્મિરરના અમન પાંડેને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ખામીઓ શોધવા અને તેની જાણ કરવા માટે શ્રેષ્ઠ સંશોધક તરીકે પુરસ્કાર આપ્યો છે. અમન પાંડેએ 2021માં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની 232 ખામીઓને બહાર લાવવાનું કામ કર્યું હતું. આનો સ્પષ્ટ અર્થ એ છે કે એન્ડ્રોઇડના ઉપભોક્તાઓ સ્કેમનો શિકાર થવાની સંભાવના વધારે છે. ગૂગલે ભારતીય સાયબર સુરક્ષા સંશોધક અમન પાંડેના કાર્યને માન્યતા આપી છે અને તેની પ્રશંસા કરી છે. જેમના પ્રયાસોએ એન્ડ્રોઇડમાં રહેલી નબળાઈઓને દૂર કરવાનું કામ કર્યું છે. આ રીતે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ગ્રાહકો માટે વધુ સુરક્ષિત બની છે.
બગસ્મિરરની સ્થાપના અમન પાંડેએ 2021માં જ ઈન્દોરમાં કરી હતી. તેણે NIT ભોપાલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ગૂગલે આ માટે $8.7 મિલિયનનું ઇનામ પણ આપ્યું છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 65 કરોડ છે. લગભગ 115 સંશોધકોને 2021 માં મોકલવામાં આવેલા 333 Android નબળાઈ રિપોર્ટ્સ મોકલવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ માટે કુલ 2.2 મિલિયન ડોલરનું ઈનામ આપવામાં આવ્યું હતું. અમન પાંડેની કંપનીની વેબસાઈટ અનુસાર, બગસ્મિરરનો ઉદ્દેશ્ય સાયબર સુરક્ષાના જોખમો સામે દરેકને સુરક્ષિત અને મજબૂત કરવાનો છે અને એ સુનિશ્ચિત કરવાનો છે કે તમારો સ્માર્ટફોન, PDA અથવા કોઈપણ IoT ઉપકરણ માલવેર અને વાયરસથી મુક્ત રહે. એટલા માટે હાલમાં તેનું સંપૂર્ણ ધ્યાન એન્ડ્રોઇડ પર છે.