ભારતમાં કોરોનાકાળમાં પણ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે વધુ એક મુશ્કેલીનો વર્તારો જયોતિષો આપી રહ્યા છે. જુલાઈ માસ દરમિયાન સૂર્ય, મંગળ, બુધ તથા ગુરુ જેવા ગ્રહો પોતાની રાશિની સ્થિતિ બદલશે. આ સંજોગોમાં ભારતમાં મોંઘવારી વધવા સાથે દેશની અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત છે. વધુમાં ભૂકંપ અને ભેખડ ખસવાની શક્યતા, દેશમાં હિંસા અને આગની દુર્ઘટના થવાના યોગ પણ છે. જુલાઈના છેલ્લાં દિવસોમાં આ ગ્રહ ફરીથી રાશિ બદલશે અને કર્કમાં આવી જશે. જેથી મિથુન, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિના જાતકોને લાભની આશા છે. જયોતિષ શાસ્ત્રોના મતે જુલાઈ મહિનામાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થનાર છે. જેને કારણે દેશણાં દેશમાં રાજનૈતિક, આર્થિક અને સામાજિક ફેરબદલ થશે. હવામાન અને વાતાવરણ પણ આ ગ્રહોની સ્થિતિમાં થનારા ફેરફારથી અસર પામશે. પરિણામે દેશમાં અનેક જગ્યાએ વાતાવરણમાં અચાનક પલટો આવશે. દેશના કોઈ હિસ્સામાં વરસાદ તો કોઈ હિસ્સામાં ગરમીનો અહેસાસ લોકોને સહન કરવો પડશે. સૂર્યના પ્રભાવથી વાતાવરણ સાથે જ અનેક જગ્યાએ મોટા પ્રશાસનિક ફેરફાર થઈ શકે છે. સૂર્યની રાશિમાં મંગળ આવવાથી અનેક જગ્યાએ હિંસા અને આગ જેવી ઘટના સંભવ થશે. જયારે મંગળના કારણે દેશની સેન્ય શક્તિ વધી શકે છે. બુધ અને શુક્રના પ્રભાવથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થવાની પ્રબળ શકયતા છે. જો કે, આ સાથે દેશની સામાન્ય જનતાની મુશ્કેલી મોંઘવારી વધવાને કારણે વધી શકે છે. 16મીએ સૂર્ય મિથુન રાશિથી કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. સૂર્યની આ હિલચાલ વૃષભ, કન્યા, તુલા અને કુંભ રાશિના જાતકો માટે સારા સમયની શરુઆત કરનારી રહેશે. જયારે મેષ, મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના લોકોએ આ સમયે વધુ સાવચેતી રાખી પડશે.
20 જુલાઈએ મંગળ ગ્રહ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ ગ્રહનો શુભ પ્રભાવ મિથુન, તુલા અને મીન રાશિના લોકો ઉપર રહેશે. આ રાશિ પરિવર્તનથી મંગળ અને શનિનો અશુભ યોગ દૂર થશે. સાથે જ મંગળ પોતાની નીચ રાશિમાંથી બહાર આવી જશે. મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ રાશિના જાતકે આ સમયગાળામાં વધુ સાવચેતી રાખવી પડશે. આ ઉપરાંત 7મી જુલાઈએ બુધ ગ્રહ વૃષભ રાશિમાંથી પોતાની જ રાશિ એટલે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકોને લાભ થશે. જયારે મેષ, મિથુન, કર્ક, તુલા, ધન, કુંભ અને મીન રાશિના જાતકેએ સાવધાની રાખવી જરુરી બનશે. જુલાઈમાં ગુરુની ચાલમાં ફેરફાર થશે નહીં. 21 જૂનના રોજ આ ગ્રહની ચાલમા ફેરફાર થયો હતો. તે કુંભ રાશિમાં વક્રી થયો હતો એટલે વક્રી ચાલ ચાલવા લાગ્યો હતો. આ મહિને પણ આ જ સ્થિતિમાં રહેવાની હોવાથી મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના જાતકો માટે સમય શુભ રહેશે. 17મી જુલાઈથી શુક્ર કર્ક રાશિથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ ફેરફારની અસર આવક, ખર્ચ, શારીરિક સુખ-સુવિધા, શોખ વગેરે પર થશે. વૃશ્ચિક, કુંભ અને મીન રાશિ માટે આ ફેરફાર લાભદાયી રહેશે. આ સિવાય મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન અને મકર રાશિના લોકોને આ ગ્રહનું શુભફળ મળી શકશે નહીં. મે મહિનાના છેલ્લાં સપ્તાહમાં શનિ ગ્રહ પોતાની જ રાશિ મકરમા વક્રી થયો હતો. એટલે વક્રી ચાલથી ચાલી રહેલો શનિ આ મહિને પણ પોતાની ચાલ બદલશે નહીં. સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને શનિનું શુભ ફળ મળશે. વધુમાં જુલાઈ મહિનામાં રાહુની ચાલમાં ફેરફાર થશે નહીં. પરંતુ તેની સાથે રહેલો બુધ ગ્રહ રાશિ બદલશે. જેથી આ બંને ગ્રહોની યુતિ દૂર થઈ જશે. જેથી રાહુનો પ્રભાવ વધી જશે. તેનાથી કર્ક, ધન અને મીન રાશિના લોકો માટે શુભ સમય રહેશે. ત્યાં જ, મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.