અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર આજે થયેલા ભયંકર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જેમાં એસયુવી અને ડમ્પરની ટક્કર બાદ જગુઆર જોરદાર ટકરાઈ હતી. 160 કિમીથી વધુની સ્પીડે આવી રહેલી જગુઆરે અકસ્માત નિહાળતા લોકોના અડફેટે લીધા હતા જેમાં 9 લોકોના મોત થયા હતા જયારે અન્ય 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સાથે અકસ્માત સમયે કારમાં બે યુવકો અને એક યુવતી મુસાફરી કરી રહ્યા હતા.

આ અકસ્માતમાં જગુઆર કાર નંબર GJ 1WK 93ની અડફેટે આવતાં 2 પોલીસકર્મીઓ સહિત 9 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે 15 થી 20 લોકો ઘાયલ પણ થયા છે. જેમાં ઇજાગ્રસ્તોને સોલા સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. અને બંને કાર વધુ સ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે.

કુખ્યાત આરોપી પ્રજ્ઞેશ પટેલના પુત્રનો અકસ્માત થયો હતો. પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથૈયાની કારને થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. મૃતકો સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના છે. જગુઆર કાર નંબર GJ 1WK 93 સાથે અકસ્માત સર્જાયો હતો.

ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
આજે અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. મૃતકના પરિવારજનોને રૂ. 4-4 લાખની અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત પણ કરી છે.
મૃતકોના નામ આ પ્રમાણે છે :
ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ)
અમન કચ્છી – સુરેન્દ્રનગર
અરમાન વઢવાનિયા – સુરેન્દ્રનગર
નિરવ – ચાંદલોડિયા
અક્ષય ચાવડા – બોટાદ
રોનક વિહલપરા – બોટાદ
કૃણાલ કોડિયા – બોટાદ
નિલેશ ખટીક – હોમગાર્ડ, બોડકદેવ
એકની ઓળખ નથી થઈ