ઇંગ્લેન્ડ સામે રમાનારી ઇન્ડિયાની ચોથી અને અંતિમ ટેસ્ટ મેંચમાંથી ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની દાવેદારી પરત લઈ લીધી છે. આ અંગે જસપ્રીત બુમરાહે અંગત કારણો હોવાનું જણાવ્યું છે. જો કે, જસપ્રીત બુમરાહને T-20માંથી પણ આરામ અપાયો હતો. વન-ડેની ચોથી સિરીઝમાં પણ તેને સ્થાન મળે તેવી શકયતા ઝાઝી છે. ત્યારે ટેસ્ટમાંથી તેણે ખસી જવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પાછળ બુમરાહ આ મહિનામાં અને આગામી એક અઠવાડિયામાં લગ્ન કરે તેવું કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જસપ્રીત બુમરાહનો પરિવાર હાલ મુંબઈમાં રહે છે. લગ્ન માટેની તારીખ પણ ગુપ્ત રાખવામાં આવી છે.
કોરોનાને કારણે બુમરાહના લગ્નપ્રસંગે આમંત્રિતોની સંખ્યા મર્યાદીત રાખવામાં આવશે. મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધારે હોવાથી ગોવામાં લગ્નનો પ્રસંગ ગોઠવાયો હોવાની પણ ચર્ચા છે. બુમરાહના લગ્ન વિશેની અટકળો તેણે ટેસ્ટ મેચમાંથી બ્રેક લેવાની જાહેરાત કર્યા બાદ તેજ થઈ ગઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ તે સ્પોર્ટ્સ એન્કર અથવા તો સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે લગ્નજીવનમાં પગરણ માંડી શકે છે. બુમરાહ સાથે લગ્ન કરનાર યુવતી કોણ છે તે અંગે તેણે હજુ સુધી કોઈ વિગતો જાહેર કરી નથી. પરંતુ બુમરાહે પરિવારની હાજરીમાં ગોવામાં લગ્ન કરવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
બુમરાહના લગ્ન માટે જે સાઉથ ઇન્ડિયા એકટ્રેસનું નામ ચાલી રહ્યું તે અનુપમા પરમેશ્વરનનું છે. અનુપમા ઘણી તેલુગુ અને મલિયાનમ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. થોડા સમય પહેલા જ જસપ્રીત બુમરાહના અનુપમા પરમેશ્વરન સાથે ડેટિંગની ખબરો બહાર આવી હતી. અનુપમાએ પણ હાલ તેના કામમાંથી બ્રેક લીધો છે. આ ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સની પેઝેન્ટર સંજના ગણેશનની સાથે તેનુ લિંક-અપ્સ થયું હોવાની વાતે ગત વર્ષે પણ જોર પકડ્યું હતું. તેથી બુમરાહ અને સંજના પ્રભૂતામા પગલા ભરશે તેવું પણ મનાય છે.