ભારત અને દુનિયામાં રિલાયન્સ કંપનીનું નામ ખૂબ જ જાણીતું છે. રિલાયન્સના જ મુકેશ અંબાણીએ 3 વર્ષ પહેલાં ટેલિકોમ સેકટરમાં જીઓના નામથી પગરણ માંડ્યા હતા. આજે Jio વર્ષની ટેલિકોમ કંપનીઓના રેન્કિંગમાં પહેલીવાર પ્રવેશ્યું હતુ. સાથે જ તે વિશ્વની પાંચમી સૌથી શક્તિશાળી બ્રાન્ડ બની ગઈ છે. જીઓ કંપનીએ ભારતમાં મોટાપાયે યુઝર્સ ઉભા કર્યા છે. ભારતમાં સૌથી મોટો મોબાઇલ નેટવર્ક ઓપરેટર અને વિશ્વનો ત્રીજો સૌથી મોટો મોબાઇલ ઓપરેટર બની ગયો છે. વિવિધ સ્કીમ થકી ગ્રાહકોને કંપની સાથે જોડી રાખવા પણ તે પ્રયાસરત રહે છે. હાલમાં તેને વિવિધ કંપનીના રેંકીમાં 100માંથી 91.7 BSI સ્કોર મળ્યો હતો. તેથી Jioએ AAA+ બ્રાન્ડ સ્ટ્રેન્થ રેટિંગ મેળવ્યું છે.

ભારતમાં અન્ય ટેલિકોમ સ્પર્ધકો સાથે સરખામણી થાય તો પરિમાણો – તબદીલ કરવાની વિચારણા, પ્રતિષ્ઠા, ભલામણ, સામાન્ય લોકો દ્વારા બોલાયેલા શબ્દોથી પ્રચાર, ગ્રાહક સેવાઓ અને નાણાંના મૂલ્યના સંતોષ જેવી બાબતોમાં Jio શ્રેષ્ઠ પુરવાર થયું છે. વર્ષ 2016માં આ કંપનીની સ્થાપના થઈ હતી. આજે આ Jio કંપની 400 મિલિયન સબસ્ક્રાઇબર્સ ધરાવે છે. Jioએ Apple, Amazon, ડિઝની, ટેન્સેન્ટ, અલીબાબા જેવી કંપનીઓને પણ પાછળ છોડી દીધી છે. Jioએ લાખો યુઝર્સને પ્રારંભમાં નિઃશુલ્ક 4G સેવા આપી ભારતમાં મોબાઈલ અને ઈન્ટરનેટની સેવામાં એક ક્રાંતિનું સર્જન કર્યું છે. બ્રાન્ડ ફાઇનાન્સના ઓરિજિનલ માર્કેટ રિસર્ચમાં પણ Jio બ્રાન્ડ તરીકે સમગ્ર દેશમાં નોંધપાત્ર પ્રભુત્વ ધરાવે છે તે સ્પષ્ટ થયું છે.