ભારત અને અન્ય દેશો 5G અપનાવવા માટે તેમની જરુરી કામગીરી પુરજોશમાં કરી રહ્યા છે. ગયા મહિને, 5G-સંબંધિત ટેલિકોમ કંપનીઓએ જોબ પોસ્ટિંગમાં 65 ટકાનો વધારો કર્યો હતો. જે જાન્યુઆરીમાં 5,265 જોબ પોસ્ટિંગથી વધીને જુલાઈમાં 8,667 થઈ ગઈ છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. વૈશ્વિક સ્તરે 175 કંપનીઓના ગ્લોબલડેટાના વિશ્લેષણ મુજબ, આ સમયગાળામાં સક્રિય નોકરીઓમાં 46 ટકાનો વધારો થયો છે, જ્યારે સમાન સમયગાળા દરમિયાન નોકરી બંધ થવામાં 75 ટકાનો વધારો થયો છે. રિલાયન્સ જિયો 5G માટે વિવિધ ઉપયોગના કેસો અને મુખ્ય ઉત્પાદનો માટે ‘લીડ 5G કોર અને ક્લાઉડ આર્કિટેક્ચર’ માટે લોકોની ભરતી કરી રહી છે. વોડાફોન આઈડિયાની ‘AGM-પ્રેક્ટિસ લીડ-સ્માર્ટ મોબિલિટી’ પર પોસ્ટ કરવા માટે સ્માર્ટ મોબિલિટી વર્ટિકલ અને 5G- કનેક્ટેડ કાર અને ઇલેક્ટ્રિક વાહનોમાં અનુભવી માણસોની જરૂર પડશે. ગ્લોબલડેટાના બિઝનેસ ફંડામેન્ટલ એનાલિસ્ટ શેરલા શ્રીપ્રદાએ જણાવ્યું હતું કે, ભારતની 5G સ્પેક્ટ્રમની હરાજી ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અદાણી ગ્રૂપ ટોચના બિડર તરીકે પૂર્ણ થઈ હતી. ભારતી એરટેલ ઓગસ્ટના અંત પહેલા ભારતમાં 5G સેવાઓ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. એરિક્સન, ચાઇના ટેલિકોમ, ડોઇશ ટેલિકોમ અને અમેરિકન ટૉવર જેવા મોટા ખેલાડીઓ 2022માં CapEx અને 5G માટે રોકાણ અંગે ચર્ચા કરી રહ્યા છે. ઘણી ટેક કંપનીઓ 5G ઉપયોગમાં વધારો કરવા અને વિકસાવવા માટે એન્જિનિયરોની ભરતી કરવાનું વિચારી રહી છે. શ્રીપ્રદાએ જણાવ્યું હતું કે, કંપનીઓ નેટવર્ક એડમિનિસ્ટ્રેશન, ટેસ્ટિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવી નોકરીઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સાધનો, નેટવર્ક ઓપરેશન્સ અને સ્પેક્ટ્રમ સેવાઓ જેવા ક્ષેત્રોમાં નિષ્ણાતોને હાયર કરી શકે છે. Apple એ 5G પ્રોટોકોલ સ્તરમાં ભૂમિકાઓની જાહેરાત પણ કરી છે અને ઉભરતી 6G સ્પેક્ટ્રમ નીતિને આગળ વધારવા, 6G રેડિયો માટે રેડિયો એક્સેસ નેટવર્ક્સમાં કેસ અને ટ્રેન્ડનો ઉપયોગ કરવા માટે ‘RF સિસ્ટમ આર્કિટેક્ટ’ની નિમણૂક કરી રહી છે. નોકિયાએ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં 5G ઔદ્યોગિક ઇન્ક્યુબેશન લેબોરેટરી પણ ખોલી છે અને ‘ટેકનોલોજીમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર’ની ભૂમિકા પોસ્ટ કરી છે. શ્રીપ્રદાએ જણાવ્યું હતું કે, કંપનીઓ માત્ર 5G રોકાણો જ જોઈ રહી નથી, પરંતુ તેઓએ 6G રોકાણ અને સંબંધિત ભૂમિકાઓમાં પણ રસ દર્શાવ્યો છે. જાન્યુઆરી 2022 અને જુલાઈ 2022 વચ્ચે 6G ટાઈટલ સર્ચ તરીકે 130 થી વધુ નોકરીઓ પોસ્ટ કરવામાં આવી હતી.