બુધવારથી હિંદુ શાસ્ત્રો મુજબ કમૂહૂર્ત એટલે કે કમોરતાની શરૃઆત થઈ જનાર છે. સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ સાથે જ શરૃ થતા કમોરતા 14 જાન્યુઆરી 2021 સુધી રહેશે. એટલે કે ત્યાં સુધી કોઈ શુભ કાર્યો કરી શકાશે નહીં.આ સમયગાળામાં જમીન, મકાન કે વાહનની ખરીદી આધાત્યામિક માન્યતા મુજબ યોગ્ય નથી.
બુધારે સવારે 6.49 વાગ્યે સૂર્યએ ધન રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે 14 જાન્યુઆરી 2021 સુધી ધન સંક્રાંતિને લીધે કમૂહૂર્તાનો દોષ રહેશે. આ દિવસે શુક્ર અને મંગળનો રાશિ યુતિ શ્રેષ્ઠ છે. તુલામાં ચંદ્ર, મંગળ, ગુરુ, સૂર્ય અને વૃશ્ચિકમાં બુધ, શુક્રનું ભ્રમણ છે. તેથી તુલાના શુક્રનું વૃશ્ચિકમાં અને વૃશ્ચિકના મંગળનું તુલામાં રાશિ પરિવર્તન થશે. આ સાથે ગુરુ-માંગલ્ય યોગ, ચંદ્ર-મંગળ, લક્ષ્મીયોગ, ગુરુ, ચંદ્ર, ગજકેસરી યોગ પણ છે.
વિદ્વાનો અને જયોતિષીઓના મતે આત્મવિશ્વાસને દૃઢ કરવાનો અવસર એટલે ‘કમૂહૂર્તા.’ સૂર્ય-ધનુ રાશિમાં પ્રવેશે છે, તેથી આધ્યાત્મિક પ્રગતિની સંભાવના છે. સૂર્ય આત્માનો કારક છે. આત્મા નિરાકાર અને નિર્ગુણ હોવાથી તેની ઉપાસના થઈ શકે નહીં, તેથી લોકો સૂર્યની પૂજા કરે છે.
જયારે હવે પછી 14મી જાન્યુઆરી સુધી શુભ કાર્યો નિષેધ રહેશે. કારણ કે, 15 ડિસેમ્બરથી સાંજે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. જેને ‘ધનારક’ કહેવાય છે.
14 જાન્યુઆરી ‘મકર સંક્રાંતિ’ સુધી ચાલનારા આ યોગમાં લગ્ન-વિવાહ, વાસ્તુ, સગાઈ, જનોઈ બદલવી જેવાં વગેરે શુભકાર્યો યોગ્ય નથી. મકરસંક્રાંતિ બાદ સારા મુહૂર્ત શરૃ થાય છે. એટલે ધાર્મિક કાર્યોની શરૃઆત પણ તે સમયથી જ થઈ શકશે.
આ સમયમાં ભક્તિ-ઉપવાસ-કથા પારાયણ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ ધનારક કમૂહૂર્તામાં મનુષ્ય માટે પોતાની આંતરિક ઈચ્છાઓ પર વિજય મેળવી આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા સરળ રહે છે.
જીવનમાં પરિવર્તન થઈ શકે છે. મુશ્કેલીનો સામનો કરવાની તાકાત આ સમયમાં મેળવી શકાય છે.