સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુની ઘટના સમયથી વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહેલી કંગના રનૌતે ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કટાક્ષ કર્યો હતો. શિલ્પા શેટ્ટીના પતિ રાજુ કુન્દ્રા સહિત રાયન થાર્પને પોર્ન ફિલ્મ બનાવવાના કેસમાં 23મી જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. સોમવારે રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી મામલે ધરપકડ કરવામાં આવી હતી, જેની તપાસ ગયા ફેબ્રુઆરીથી ચાલી રહી હતી. તપાસમાં યૂકેની કેનરીરના નામની પ્રોડક્શન કંપનીમાં સંડોવણી મામલે તેના એક્ઝિક્યુટિવ ઉમેશ કામતની ધરપકડ કરાયા બાદ રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતુ. ઉમેશ એ રાજ કુન્દ્રાનો પૂર્વ કર્મચારી છે. આઠ જેટલા અશ્લીલ વીડિયોને સોશિયલ મીડિયા એપ પર અપલોડ કરવા અંગે તેના પર આરોપ મુકાયો છે. મંગળવારે બપોરે રાજ કુન્દ્રાને એસ્પેલેનેડ કોર્ટમાં રજૂ કરાયા હતા તે પહેલાં બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
આ વખતે તેણીએ રાજ કુન્દ્રીની ગત રોજ પોલીસે ધરપકડ કર્યા બાદ સોશિયલ મીડિયામાં લખ્યું હતુ કે, બોલીવુડની નગ્ન હકીકત વિશે હું ઘણાં સમયથી કહી રહ્યું છે. તેથી અનેક લોકો આજે મારો વિરોધ કરી રહ્યા છે. રાજ કુન્દ્રીની ધરપકડ થઈ ચુકી છે. હું કેટલાય સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગટર કહેતી રહી છું. દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતું. હું મારા આગામી પ્રોડ્કશન દ્વારા બોલીવૂડને ખુલ્લા પાડવા જઈ રહી છું. હું ‘ટીકૂ વેડ્સ શેરૂ’ નામના મારા આગામી પ્રોડક્શન દ્વારા બોલીવૂડને ખુલ્લુ પાડીશ. હું ઈચ્છું છું કે, લોકો અને દેશ મારી વાત સમજે અને બોલીવુડની જે નગ્ન હકીકીત છે તેને સારી રીતે જાણે. રાજ કુન્દ્રાની ધરપકડના એક સમાચારનો રિપોર્ટ શેર કરતા કંગના રનૌતે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે લખ્યું હતુ કે, આ જ કારણ છે કે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગટર કહું છું. આપણને રચનાત્મક ઈન્ડસ્ટ્રીમાં મજબૂત મૂલ્ય પ્રણાલી અને વિવેકની આવશ્યકતા છે. જે મુલ્યો અને આદર્શોનું છેલ્લાં કેટલાક વર્ષોથી બોલીવુડમાં સતત ધોવાણ થતું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કંગનાએ સુશાંતસિંહ રાજપૂત કેસમાં પણ છાશવારે નિવેદનો કરીને બોલીવુડ પર નિશાન સાંધ્યા હતા. જેનો બોલીવુડના અનેક કલાકારોએ વિરોધ પણ કર્યો હતો.