બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાન દેશની સેલીબ્રિટીશમાં સારા કપલ તરીકે જાણીતા છે. તૈમુર નામના પ્રથમ બાળકના જન્મ બાદ 3-4 વર્ષ પછી કરીના ફરી સગર્ભા થઈ હતી. તેથી માર્ચ-એપ્રિલમાં તેમને ત્યાં બીજુ બાળક આવવાની સંભાવના હતી. જો કે, ખાન પરિવારના ઘરે આ નવુ મહેમાન ફેબ્રુઆરીમાં જ આવી જશે. ખુદ સૈફ અલી ખાને જ આ અંગેના સમાચાર આપ્યા છે. જેમાં તેમના ઘરે માર્ચમાં નહીં પરંતુ ફેબ્રુઆરી મહિનામાં નવા મહેમાનના આગમનની વાતો કરાઈ છે. કપૂર પરિવારનો ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે વર્ષોથી નાતો રહ્યો છે. કપૂર પરિવારની અભિનેત્રી કરીનાએ પણ પરિવારના વારસાને જાળવી રાખતા બોલીવુડમાં નોંધપાત્ર ફિલ્મોમાં કામ કર્યું છે. 10 વર્ષ પહેલાં તેણે સૈફ અલી ખાન સાથે ઘર સંસાસ માંડ્યો હતો. જે બાદ તેમને ત્યાં તૈમુર નામનું બાળક આવ્યું હતુ. જે બાદ કોરોનાકાળમાં કરીના કપૂર ખાનને પ્રેગ્નેંસી હોવાની વાતો બહાર આવી હતી. સાથે જ માર્ચ મહિનામાં ડિલેવરી થશે તેવી વાતો સોશિયલ મીડિયામાં ચાલી હતી. કરીનાએ સોશિયલ મીડિયા છેલ્લા દિવસોમાં પોતાના નવા ઘરમાં શિફ્ટ થવાની વાત શેર કરી હતી. હવે તેમના નવા ઘરમાં નાના બાળકની કિલકારીઓ ગુંજવાની તૈયારી છે. ખુદ સૈફ અને કરીનાએ જણાવ્યું હતું કે, અમારા ઘરે નાનો મહેમાન આવશે. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન તાંડવ વેબ સીરિઝમાં નજરે પડ્યો હતો. છેલ્લે તેમની ફિલ્મ તાનાજી- ધ અનસંગ વોરિયર મોટા પરદા ઉપર રિલીઝ થતા તેમના પાત્ર અને અભિનયને ચાહકોએ ખુબ જ પસંદ કર્યું હતુ.