ફેબ્રુઆરીના છેલ્લા દિવસે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેરગામ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૩૭ અને જિલ્લા પંચાયત બે બેઠકો માટે ચાર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે મંગળવારે ૩૨ ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચાઈ છે. જિલ્લા પંચાયતની બે પ્રતિષ્ઠિત બેઠક માટે સીધો દ્વિપક્ષીજંગ કમળ અને હાથ વચ્ચે ખેલાશે, જ્યારે તાલુકા પંચાયતમાં ૧૧ બેઠકો વચ્ચે દ્વિપક્ષી સ્પર્ધા કમળ અને પંજા વચ્ચે છે, પાંચ બેઠકો માટે ત્રિકોણીય જંગ કમળ પંજો અને અનાજ દળવાની ઘંટી(ભારતીય ટ્રાઇબલ પાર્ટી) વચ્ચે છે. તાલુકા પંચાયતના માજી મહિલાપ્રમુખ, માજી પ્રમુખ પત્ની, જિલ્લા પંચાયતના સભ્યની પત્ની, બે આજી માજી સરપંચો તાલુકા પંચાયતમાં ઉમેદવાર છે. ગયા વખતે સત્તાવંચિત રહેલ ભાજપા આ વખતે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે જ્યારે કોંગ્રેસ સત્તા ટકાવી રાખવા માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. વિજેતાઓ માટે બીજી માર્ચ સુધી રાહ જોવી પડશે. જેઓ મતદાર વિસ્તારમાં રાત્રી સભા યોજી ભરપૂર પ્રચારમાં રત છે.