કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્મેલન આજે મુવાલીયા કેમ્પસ ખાતે યોજાવામાં આવ્યુ હતું. ડૉ. એચ. એલ. કાચા, વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડા દ્વારા કાર્યક્રમમાં હાજર મહાનુભાવોનું શાબ્દીક તેમજ પુષ્પગુચ્છ સ્વાગત કરવમાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમનું ઉદ્દઘાટન મુખ્ય મહેમાનો શ્રી. કનૈયાભાઇ કિશોરી, ચેરમેનશ્રી, એ.પી.એમ.સી., દાહોદ અને શ્રી. વિજયભાઇ પરમાર, પ્રતિનિધિશ્રી, તાલુકા પ્રમુખ, દાહોદ દ્વારા કરવામાં આવ્યુ હતું. તેમજ તેમના દ્વારા રાજ્ય સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ વિશે ખેડુતોને સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં રાષ્ટ્રીય કૃષિ મંત્રાલય દ્વારા આઇઆઈઆરઆઈ, નવી દિલ્હી ખાતેથી દેશ વ્યાપી લાઇવ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જેમા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતોને કિશાન સન્માન નિધ્ધિ યોજના હેઠળ ૧૬૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા સાથે સાથે કૃષિમાં સ્ટાર્ટ અપ અંગેની સંભાવનાઓ તેમજ દેશમાં ૬૦૦ પ્રધાનમંત્રી કિસાન સમૃધ્ધિ કેન્દ્રો પણ ખુલા મૂકવામાં આવ્યા હતા. જેમાનું એક કેન્દ્ર દાહોદ જીલ્લાના એ.પી.એમ.સી. ખાતે સ્થાનિક પ્રતિનિધ્ધિઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. વધુમાં કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા કૃષિ ક્ષેત્રે ભારત સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિષે ખેડૂત ભાઈઓને વર્ચુયલ માધ્યમથી માહિતગાર કર્યા હતા. વિશેષમાં ખાતર અને રસાયણ મંત્રીશ્રી, મનસુખભાઇ માંડવિયાએ “One Nation One Fertilizer” યોજનાથી ખેડૂતોને લાભો અને નેનો યુરિયાની ઉપયોગીતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતું. ત્યારબાદ કાર્યક્રમના બીજા સેશનમાં ડૉ. આર. જી. મછાર, સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર, દાહોદ દ્વારા કૃષિમાં હલકા ધાન્ય પાકોની અગત્યતા વિષે ખેડૂતોને સમજ આપેલ જ્યારે શ્રી. પ્રતિક દવે, જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, દાહોદ દ્વારા કૃષિ લક્ષી સરકારશ્રીઓની વિવિધ યોજનાઓ વિષે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમને આગળ ધપાવતા ડૉ. એચ. એલ. કાચા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે, દાહોદ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની અગત્યતા અને પડતી મુશ્કેલીઓના નિવારણ અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવેલ જ્યારે શ્રી એન. ડી. મકવાણા, વૈજ્ઞાનિક (સસ્ય વિજ્ઞાન) દ્વારા રવી રૂતુના પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી વિષે ખેડૂતોને માર્ગદર્શન આપેલ. કાર્યક્રમમાં ઉપસ્થીત કુલ ૩૬૭ ખેડુત ભાઇઓ તેમજ મહિલા ખેડુતોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. વિશેષમાં દાહોદ જીલ્લાના પાંચ પ્રગતિશીલ ખેડૂતોને પણ સદર કાર્યક્રમમાં ભાગ લેવા નવી દિલ્હી ખાતે મોકલવામાં આવેલ. આ કાર્યક્રમનુ સફળ સંચાલન ડૉ. જી. કે. ભાભોર, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ), શ્રી. આર.બી. ભલાણી અને શ્રી. કે.બી. ભારઈ દ્વારા કરવામાં આવેલ.