ઈંગ્લેન્ડે રાવલપિંડી ટેસ્ટ મેચ જીતીને ભારતને ફાયદો કરાવી દીધો છે. ઈંગ્લેન્ડની જીતથી ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગ)ની રેન્કિંગમાં ફાયદો થયો છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 5માં નંબર પર છે. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનની ફાઇનલમાં પહોંચવાની સફર ઘણી મુશ્કેલ દેખાઈ રહી છે તો બીજી તરફ ભારતીય ટીમ હાલમાં ચોથા નંબર પર છે. ભારતે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. જો ભારત આ શ્રેણી જીતી લે છે તો ભારતીય ટીમને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની તક મળશે.
ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હજુ 6 વધુ ટેસ્ટ મેચ રમવાની છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સાથે 2 ટેસ્ટ મેચ અને ઓસ્ટ્રેલિયા સાથે 4 ટેસ્ટ મેચ રમવાની છે. જો ભારતીય ટીમ બાંગ્લાદેશને 2-0થી હરાવે છે અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી 2-1 અથવા 3-1થી જીતવામાં સફળ રહે છે તો ભારત ફાઇનલિસ્ટ બની શકે છે. પરંતુ ભારત માટે ઓસ્ટ્રેલિયાને 3-1 અથવા તો 4-0થી હરાવવું મુશ્કેલ હશે. પણ દુનિયા આશા પર જીવે છે. જો ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં અજાયબી કરે છે તો ભારત માટે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ બની જશે.
બીજી તરફ જો ઓસ્ટ્રેલિયાની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવામાં સફળ રહે છે અને દક્ષિણ આફ્રિકા સામેની પોતાની બંને ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહે છે તો ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઇનલમાં પહોંચી જશે.
હાલમાં, ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચની ટીમ છે, જ્યારે સાઉથ આફ્રિકા નંબર બે પર, શ્રીલંકા નંબર ત્રણ અને ભારતીય ટીમ ચોથા નંબર પર છે. ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની કોઈ આશા નથી.
દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ભારતમાં સ્પર્ધા
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની સ્પર્ધા દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ભારત વચ્ચે છે. જો દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા તેમની આગામી મેચોમાં હારશે અને ભારત બાંગ્લાદેશ-ઓસ્ટ્રેલિયાને હરાવે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ શકે છે. ઓસ્ટ્રેલિયાને આ સમયે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની સૌથી વધુ આશા છે.