ભારતના પ્રથમ ગુજ્જુ વડાપ્રધાન, વિશ્વના એકમાત્ર પંતપ્રધાન કે જેઓનો જન્મદિવસ ૨૯ ફેબ્રુઆરી હોય દર ચાર વર્ષે ઉજવાય છે એવા પ્રખર ગાંધીવાદી શિવામ્બુ ઉપાસક ભદેલી જગાલાલાના વતની ઇન્દિરા કટોકટીમાં ૧૯ માસ કારાવાસ ભોગવી ૨૮ મહિના સુધી પહેલા ગુજરાતી વડાપ્રધાન તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કરનાર મોરારજીકાકાનુ સ્મારક વલસાડ બેચર રોડ ખાતે છે જેની અવદશા સરસ્વતી ઇન્ટરનેશનલમાં ધો.૧૨મા ભણતા ખેરગામના કુશાન્ગ એ દોડતી સ્કૂલ બસમાંથી ઝડપેલી મો.તસવીર ૨૭-૨-૨૧ની ઘણું બધું કહી જાય છે જેના લીધે નવી પેઢીના આ વિદ્યાર્થીને પણ દુઃખ થતાં તેમણે તેના દાદા નિવૃત ટેલિફોન અધિકારી- એ જી પટેલ ને વેદના વ્યક્ત કરી હતી. કોઈક ગરીબે પોતાનું નિવાસ બનાવી સ્મારક ખાતે કપડાં સૂકવવા નાખી ભાંગેલા તૂટેલા સ્મારકને વધુ ખરાબ કરે છે. ઝાડી ઝાંખરા દૂર કરી સફાઈ કરી મોરારજીના માનમાં તેની જરૂરી જાળવણી નગરપાલિકા નહીં કરીને અવદશા કરતા તેના ચાહકો દુઃખ અનુભવે છે. સાદગીભર્યું જીવન ભગવતગીતા ઉપાસક ઉચ્ચ વિચાર સરળ સચોટ વાણી શિસ્તબદ્ધ અસરકારક વહીવટદાર તરીકે કાકા હંમેશા યાદ રહેશે, જેનું અનુસરણ કરનાર હાલમાં કોઈ નેતા નથી જે ભારતીયોનું દુર્ભાગ્ય છે.