પોરબંદર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા સહીત વેપારીઓ સાથેની મુલાકાત વગેરે કાર્યક્રમોનું આયોજન થયું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવકતા વિક્રમભાઈ દવે અને પંજાબના મહિલા ધારાસભ્ય સહિત આગેવાનોએ ગાંધીજન્મસ્થાન કીર્તીમંદીરે શીશ નમાવ્યા પછી સુતારવાડા, બંગડી બજાર, સોની બજાર, એમ.જી. રોડ, સુદામામંદીર સુધી વેપારીઓ સાથે મુલાકાત કરીને પશ્ચાત્રા કરી હતી
જેમાં પોરબંદર વિધાનસભા સીટના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર જીવનભાઈ જંગી, પોરબંદર જીલ્લા પ્રમુખ મેરૂભાઈ ઓડેદરા સહિત આગેવાનો જોડાયા હતા અને વેપારીઓ સાથે ચર્ચાઓ કરી હતી. પ્રજા ૨૭ વર્ષના ભાજપના શાસનથી કંટાળી ગઇ હોવાથી આગામી ચુંટણીમાં પ્રજા ભાજપને જાકારો આપશે તેમ પણ જણાવ્યું હતું. જેમાં પોરબંદર વિધાનસભા સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવનભાઈ જંગી, પોરબંદર જીલ્લા પ્રમુખ મેરૂભાઈ ઓડેદરા સહિત આગેવાનો જોડાયા હતા અને વેપારીઓ સાથે ચર્ચાઓ કરી હતી. જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે તેમને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મતદારો આમ પણ હવે પરિવર્તન ઝંખી રહ્યા છે. ત્યારે પોરબંદરની સીટ ઉપર પણ પરિવર્તન પાકું છે તેમ ઉમેર્યું હતું.