ભારતમાં રોકારણકારો હંમેશ મધ્યમવર્ગીય રહ્યા છે. તેથી તેઓ જે નાણા બચત કરે છે તેને સલામતી સાથે વધુ વળતર મળવાની આશા રાખે છે. હાલમાં રિયલ એસ્ટેટ, સોનુ, મ્યુચ્અલ ફંડસ અને શેરબજાર જેવા સેકટર રોકારણકારો માટે મુખ્ય છે. આમ છતાં આ સેકટરોમાં નાણા અને વળતર બંને બાબતે અનિશ્ચિત્તા રહે છે. કોઈકવાર ખોટી જગ્યાએ રોકાણ થઈ ગયું હોય તો ફાયદાને બદલે નુકસાન વેઠવાની નોબત પણ આવે છે. આજે કેટલીક યોજના કે જે રોકાણકારો માટે લાભદાયી હોઈ તેની વાત કરીએ. દેશમાં ટોપ ટેનમાં આવતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં રોકારણકારો માટે એક સલામત યોજના અમલમાં મુકાઈ છે. એસબીઆઈ તેના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટથી લઈને પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં બચત કરવા પ્રોત્સાહન આપતી રહી છે.
બેંકની કેટલીક યોજનાઓમાં તો દર મહિને ૧૦૦૦૦ રૂપિયાનું વળતર મેળવી શકાય તેમ છે. એસબીઆઈની યોજનામાં ૩૬, ૬૦, ૮૪ અથવા ૧૨૦ મહિનાના સમયગાળા માટે રોકાણ કરવું પડે તેમ છે. જેમાં પસંદ કરાયેલા સમયગાળા માટે રોકાણ ઉપરના વ્યાજના દર સમાન રહેશે. પાંચ વર્ષ માટે ફંડ ડિપોઝિટ કરો છો, તો તે માટે તમારે અરજી કરવાની જરૂર છે. જો કોઈ રોકાણકાર દર મહિને ૧૦,૦૦૦ રૂપિયાની માસિક આવક ઇચ્છે છે, તો તેણે સૌથી પહેલા તબક્કાવાર રીતે ૫,૦૭,૯૬૪ રૂપિયા એસબીઆઈમાં જમા કરવા પડશે. જમા થયેલી રકમ પર વ્યાજ દર મળવાની બાયંધરી છે. જે બાદ દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા રોકાણકારને અપાશે. જેની પાસે પાંચ લાખ રૂપિયા રોકાણ માટે ઉપલબ્ધ છે તેના માટે વળતર મેળવવાનો આ વિકલ્પ હાલના સંજોગોમાં શ્રેષ્ઠ છે. સામાન્ય રીતે, મધ્યમ વર્ગના લોકો આરડીમાં રોકાણ કરીને તેમના ભવિષ્યને સુરક્ષિત કરે છે. આરડીમાં નાની બચત દ્વારા દર મહિને એક નિશ્ચિત રકમ મુકાય છે. જે ચોક્કસ સમય બાદ વ્યાજ સાથે મળે છે. રિકરિંગ ડિપોઝિટમાં પણ અનેક રોકાણકારો રસ લઈ રહ્યા છે.