મહારાષ્ટ્રના રાયગઢમાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી ખાનગી બસ કન્ટેનર વાહન સાથે અથડાતાં એકનું મોત થયું હતું, જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ખોપોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાયગઢમાં બની હતી, જ્યારે 35 મુસાફરો સાથેની બસ કન્ટેનર વાહન સાથે અથડાઈ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સિંધુદુર્ગમાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી ખાનગી વોલ્વો બસને કન્ટેનર ટક્કર મારી હતી. આ ટક્કરમાં બસ ડ્રાઇવરનું મોત થયું હતું. બસમાં 35 મુસાફરો હતા, જેમાંથી 10 લોકો ઘાયલ થયા હતા.” જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, જ્યારે તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બસ અને કન્ટેનર બંને વાહનને આગળના ભાગે ભારે નુકસાન થયું હતું.