છેલ્લાં ચાર પાંચ વર્ષથી દુનિયામાં ખૂણે ખૂણે પહોંચેલા એનરોઈડ મોબાઈલને કારણે ઈન્ટરનેટનો વપરાશ પણ વધ્યો છે. ખાસ કરીને મોટાભાગના લોકો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, મોટાભાગના લોકો તેના ઉપભોગતા છે. વાસ્તવમાં આ સોશિયલ મીડિયા થકી તમને પૈસા કમાવવાની તક પણ મળી શકે છે તેવું જાણનારા લોકોની સંખ્યા ઓછી છે. તમે ઘરે બેસીને એક મોટી રકમ આ સોશિયલ મીડિયાથી કમાઇ શકો છો. વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ ઉપર આજ સુધી તમે વીડિયો અને ઓડિયો ક્લિપ જોઈ છે.
તાજેતરમાં ફેસબુક ઇંકે કહ્યું હતું કે તેઓ તેમના પ્લેટફોર્મ પર કંટેંટ ક્રિએટર્સને જાહેરાતો દ્વારા શોર્ટ ફોર્મ વીડિયોઝ દ્વારા કમાણી કરવાની તક આપનાર છે. કંપનીના મતે ફેસબુક હવે ક્રિએટર્સને વધુ પૈસા કમાવવામાં મદદ કરશે. ક્રિએટર્સ શોર્ટ વીડિયોઝ બનાવીને તેને ફેસબુકના કોઈપણ પ્લેટફોર્મ પર મુકી શકશે. અને તેની જાહેરાત દ્વારા પૈસા કમાઇ શકશે. આ બાબતે કંપની કોઈ વાંધો લેશે નહીં. કંપની તેના ઉપભોગતાને કોઈપણ પ્રકારે મદદ કરવાની ભાવના રાખે છે. અત્યાર સુધી માત્ર ત્રણ મિનિટ કે તેનાથી વધુ સમયના વીડિયો પર લોકો જાહેરાત મુકી કમાણી કરી શકતા હતા. જેમાં કોઇપણ જાહેરાત એક મિનિટથી પહેલાં દેખાડાતી ન હતી. ફેસબુકે યુઝર્સ તેના પ્લેટફોર્મનો કઈ રીતે ઉપયોગ કરીને આર્થિક ઉપાર્જન મેળવી શકે તે વિશે પણ ફોડ પાડ્યો છે.
કંપનીએ નોંધ્યું હતુ કે, કંપની હવે સોશિયલ નેટવર્ક પર કંટેંટ ક્રિએટર્સ માટે ડિમોનેટાઇઝેશન વિકલ્પમાં વધારો કરી રહ્યું છે. ફેસબુક પર યુઝર્સ એક મિનિટ સુધી વીડિયો બનાવીને પૈસા કમાઇ શકશે. જો કે, શરત એ છે કે આ એક મિનિટના વીડિયોમાં ઓછામાં ઓછી 30 સેકન્ડની જાહેરાત હોવી જોઈશે. જો ત્રણ મિનિટ કે તેનાથી વધુ સમયવાળા વીડિયો હોય તો તેને પણ મુકી શકાશે પરંતુ તે માટે અંદાજે 45 સેકન્ડ સુધી જાહેરાત અનિવાર્ય છે. યુઝર્સ કે પેજને છેલ્લાં 60 દિવસ દરમ્યાન તેમના વીડિયોમાં કુલ મળીને 6 લાખ દર્શકોની જરૂર પડશે. લાઇવ વીડિયોને નવી જાહેરાત સિસ્ટમ માટે લોકોના વીડિયોને 60,000 મિનિટ જોવાય તે પણ જરૂરી રહેશે. ફેસબુકની આ સ્પષ્ટતા પછી તમારા મનપસંદ ક્રિએટર્સને તેમના વીડિયોથી વધુ પૈસા મળી શકે છે.