ભારતમાં હાલમાં કોરોના સામેના જંગમાં વેકસીનેશન અભિયાન ફરી મોટાઉપાડે ચાલી રહ્યું છે. જેમાં વરિષ્ઠો સાથે હવે યુવાવર્ગને પણ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા બીજો ડોઝ લેવા માટે મંગળવારે વેકસીનેશન સેન્ટર પર પહોંચી હતી. વેક્સિનેટ થયા બાદ મલાઈકા સેન્ટરની બહાર જોવા મળી હતી. જોકે, આ સમયે મલાઈકાએ પહેરેલા કઢંગા કપડાં હવે ચર્ચાનો વિષય બની ગયા છે. મલાઈકા જીમ આઉટફિટ તથા જેકેટમાં જોવા મળી હતી. મલાઈકાનો વીડિયો બહાર આવ્યા બાદ યુઝર્સે તે વિશે ટીપ્પણીઓ કરવા માંડી હતી. કેટલાંકે મલાઈકાના વધુ પડતાં બોલ્ડ કપડાં અંગે ખરું-ખોટું સંભળાવ્યું હતું. એક યુઝરે કહ્યું હતું, વેક્સિન લેવા ગઈ હતી કે જીમમાં. તો અન્ય એક યુઝર્સે સોશિયલ મીડિયામાં તે વિશે લખ્યું હતું કે મલાઈકા વેક્સિન લેવા માટે આવી હતી કે પછી પોતાનું શરીર બતાવવા માટે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પ્રેમી અર્જુન કપૂર સાથેની તસવીર મલાઈકાએ શૅર કરી હતી. આ તસવીર સાથે મલાઈકાએ કહ્યું હતું કે સનશાઇન જન્મદિવસની શુભેચ્છા. કોરોનાવાઇરસને કારણે ગયા વર્ષે દેશભરમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ સમયે અર્જુન તથા મલાઈકા સાથે રહ્યાં હતાં. જેને કારણે તેઓ વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. એક ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ અર્જુન કપૂરનું નામ લીધા વગર કહ્યું હતું કે તે એક શાનદાર એક્ટરની સાથે તે ક્વૉરન્ટીનમાં રહી ચૂકી છે. તે ઘણો જ એન્ટરટેઇનિંગ એક્ટર છે. તે હંમેશાં તેની મજાક કરે છે. જો કે, આ બાબત મલાઈકની વ્યક્તિગત છે. જયારે વેકસીન સેન્ટર પર કઢંગા કપડા પહેરીને મલાઈકા હવે વિવાદમાં સપડાય તેવી શકયતા છે.