હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે હાલમાં રાજ્યના અન્ય ભાગોમાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 311.82 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. મંગળવારે રાત્રે તેમજ બુધવાર સવારે સુરત સહિત દ. ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા દરમિયાન રાજ્યના 4 જિલ્લાના 8 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં 21 મીમી વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 311.82 મીમી વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 30 વર્ષમાં રાજ્યની 840 મીમીની સરેરાશની તુલનામાં 37.12 ટકા છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે પાંચ દિવસની આગાહીને ધ્યાનમાં લેતા હાલમાં રાજ્યમાં વરસાદની સંભાવના ઓછી છે.
જોકે, આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 78.83 લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 78.02 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે સરદાર સરોવર બંધમાં 151939 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિનો 45.48 ટકા છે. રાજ્યમાં 206 જળાશયોમાં 265477 mcft પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિનો 47.63 ટકા છે.