ગુજરાતમાં 25મીની રાતથી જ ગરમીનો પારો વધુ નીચે ગગડવાની શકયતા છે. 11 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. ગાંધીનગરમાં હાલ 8.5 ડિગ્રી સે, આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. જયારે હવે ઠંડીનો પારો નલિયા, ડીસા, સુરેન્દ્રનગરમાં વધુ નીચે ઉતરી શકે છે.
અમદાવાદમાં એક જ દિવસમમાં લઘુત્તમ તાપમાનમાં 2.3 ડીગ્રી ઘટી જતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
ચાલુ સીઝનમાં અમદાવાદમાં નોંધાયેલું આ સૌથી ઔછુ તાપમાન છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવારે તાપમાનમાં બે-ત્રણ ડીગ્રીનો ઘટાડો થયો હતો. કાતીલ ઠંડા પવનને કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતુ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતથી આગળ વધવાનું હોવાથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હાલ કરતા વધી જશે. 3 દિવસ કડકડતી ઠંડી પડી શકે છે. આગામી 24 કલાકમાં નલિયામાં પારે 7 ડિગ્રી જેટલો નીંચો જવા સાથે ત્યાં શીતલહેર વ્યાપી શકે છે. ગુજરાતમાં આગામી 25 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની પુરેપુરી શકયતા છે. રાજ્યમાં 28 અને 29 ડિસેમ્બરે નાગરિકોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
તાપમાનમાં આગામી બે દિવસ સુધી ફેરફાર થવાની શકયા નહિવત છે. જો કે, 24મીએ કોલ્ડવેવની કોઈ જ આગાહી નથી. ગુજરાતમાં 8 દિવસથી ઠંડીનુ પ્રમાણ વર્તાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો 2.3 ડિગ્રી ગગડ્યો હતો. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીનો પારો અડધાથી લઈને એક ડિગ્રી સુધી ઉચકાયો હતો.
મંગળવારે સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ, જયારે ત્યાં પારો 8.8 ડિગ્રી નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં પણ તાપમાન બે ડીગ્રી સુધી નીચું સરકી જવા સાથે જ ધુમ્મસીયુ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. કેશોદમાં 11.2, અમરેલીમાં 12.0, મહુવામાં 12.1, સુરેન્દ્રનગરમાં 13.0, ભાવનગરમાં 13.4, પોરબંદરમાં 14.0, દિવમાં 14.5, દ્રારકામાં 16.3, વેરાવળમાં 17.3, ઓખામાં 19.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
જયારે નલીયામાં 8.8 ડીગ્રી સુધી પારો નીચે ગયો હતો. નલીયામાં હજી બે દિવસ સુધી પારો ગગડી શકે છે. કચ્છમાં પણ કોલ્ડવેવ રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજકોટમાં બે દિવસથી પારો 10.1 ડીગ્રીએ સ્થિર થઈ જતા સવારે 64 ટકા ભેજ રહ્યો હતો.