ફિફા વર્લ્ડ કપમાં મંગળવારે મોડી રાત્રે પ્રથમ સેમિફાઇનલમાં આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં આર્જેન્ટિનાએ વિપક્ષી ટીમને 3-0ના અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે આર્જેન્ટિનાની ટીમે વર્લ્ડ કપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આર્જેન્ટિનાની રમતમાં ફરી એકવાર મેસ્સી હીરો હતો. મેસીએ મેચ દરમિયાન ક્રોએશિયા ટીમ પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવ્યું હતું. મેસ્સીની ટીમે જાણે ગત વર્લ્ડ કપમાં ક્રોએશિયા સામે મળેલી હારનો બદલો લીધો હતો. વર્ષ 2018માં રમાયેલા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને ગ્રુપ સ્ટેજમાં ક્રોએશિયાના હાથે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.
મેચની વાત કરીએ તો સમગ્ર મેચમાં ક્રોએશિયાની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. આર્જેન્ટિના માટે મેસ્સીએ પ્રથમ ગોલ કર્યો હતો. મેસ્સીએ મેચની 34મી મિનિટે પેનલ્ટી દ્વારા ગોલ કરીને ટીમને પ્રથમ લીડ અપાવી હતી. આ પછી, આર્જેન્ટિનાના જુલિયન અલ્વારેઝે 39મી મિનિટે ગોલ કર્યો હતો. મેચના પહેલા હાફ સુધીમાં આર્જેન્ટિનાની ટીમે 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. બીજા હાફમાં ક્રોએશિયા પુનરાગમન માટે જોઈ રહ્યું હતું, પરંતુ તે થઈ શક્યું નહીં. મેચની 69મી મિનિટે જુલિયન અલ્વારેઝે ટીમનો ત્રીજો અને તેનો બીજો ગોલ કર્યો હતો. આ સમય સુધીમાં, ક્રોએશિયન ટીમ સંપૂર્ણપણે તૂટી ગઇ હતી. હવે કોઈ ચમત્કાર જ તેને અહીંથી બચાવી શકે તેમ હતું.
આર્જેન્ટિનાએ પૂર્ણ સમય સુધી આ લીડ જાળવી રાખી અને 8 વર્ષ બાદ ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું. મેસ્સીને તેની શાનદાર રમત માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આર્જેન્ટિનાની ટીમ શનિવારે 18 ડિસેમ્બરે ફાઇનલ મેચ રમવાની છે. ફાઇનલમાં આર્જેન્ટિના સિવાય આજે એટલે કે 14 ડિસેમ્બરે સેમિફાઇનલની બે ટીમોમાંથી એક ટીમ વચ્ચે રમાશે. આજે મોડી રાત્રે ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી ઉભરતી ટીમ મોરોક્કો ફ્રાન્સને આકરો પડકાર આપવા માટે તૈયાર છે. ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલ સામે મોરોક્કોની રમતને જોતા ફ્રાન્સની ટીમ તેને હળવાશથી લેવાનું ભૂલશે નહીં.