દુનિયામાં રોજગારી મેળવવા માટે યુવક યુવતીઓ પોતપોતાના મનપસંદ સેકટરમાં ઝંપલાવતા હોય છે. કોઈ ડોકટર, કોઈ એન્જિનિયર તો કોઈ પાયલોટ અને કોઈ કલાકાર બને છે. જયારે અન્યો પોતાની આવક ઉભી કરવા અન્ય રસ્તો અપનાવે છે. દુનિયામાં વાહન હંકારવાથી માંડીને પાયલટ સુધીની સફર યુવતીઓ પણ ખેડી રહી છે. ઈંગ્લેન્ડના એક્સેસમાં રહેનારીમાં એક સુંદર યુવતી બસ ચાલક તરીકે ફરજ બજાવી રહી છે. જોડી ફોકસ નામની આ 24 વર્ષની યુવતીને નાનપણથી જ વાહન હંકારવાનો શોખ રહ્યો છે. જો કે, તે હાલ બસચાલક જ નહીં પરંતુ ટીકટોક ફેમ તરીકે પણ જાણીતી થઈ રહી છે.
ટીકટોક પર પ્રસિદ્ધિ મળવા પાછળ તે પોતાના સારા નસીબને જવાબદાર માને છે. જોડી ફોક્સ કહે છે કે, બસ ચલાવવું તેનું સપનું હતુ. જે આજે સાકાર થઈ ગયું છે. આ સાથે જ તે પોતાની લાઈફસ્ટાઈલ અને ફોટો કે વીડિયો ટીકટોક પર શેર કરી રહી છે, તેને દુનિયામાંથી લાખો લાઈક મળી ચુકી છે. મેં આ પહેલા પણ ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે. પરંતુ તે દરમિયાન હું મારા યુનિફોર્મમાં નહીં, પરંતુ અન્ય ડ્રેસમાં હતી. જ્યારે લોકોને ખબર પડી કે હું એક બસ ડ્રાઈવર છું ત્યારે મારા ચાહકોમાં વધારો થયો હતો. મને પોતાની જોબ પસંદ છે અને હું આશા કરું છું કે બસ ડ્રાઈવર તરીકે જ ચાલીસ વર્ષ પછી રિટાયર થઈશ. મોટાભાગના લોકો તરફથી તેમને એવો આગ્રહ કરવામાં આવી રહ્યો છે કે, તે હવે મોડલના ક્ષેત્રમાં ઝંપલાવે. કારણ કે, ચાહકો કહી રહ્યા છે કે, તેઓએ અત્યાર સુધી આટલી સુંદર બસ ડ્રાઈવર જોઈ નથી.
દુનિયાની મહિલાઓ અને યુવતીઓ પણ તેને સજેશન મોકલી રહી છે. દુનિયાભરમાંથી લોકોના કોમેન્ટસ મળ્યા બાદ જોડી ફોક્સે તેવો વિચાર મોડલની દુનિયામાં ઝંપલાવા માટે પણ થઈ રહ્યો છે. તે કહે છે કે, હું હંમેશાથી બસ ડ્રાઈવ કરવામાં દિલચસ્પી રાખું છું. નાનપણથી તે હું હંમેશા ડ્રાઈવરની બાજુની સીટ પર બેસતી હતી અને મને ડ્રાઈવ કરવાનું ઘણું પસંદ છે. જો કે, મને બસ ડ્રાઈવર બનાવવા માટે ઘણી ટેસ્ટ આપવી પડી છે. જોડીએ 21 વર્ષની ઉંમરમાં બસની પાછળના ભાગમાં વિજ્ઞાપન જોઈ હતી અને તેના પછી તેણે તેના માટે અપ્લાઈ કર્યું હતું.